નેધરલૅન્ડ્સે તોડ્યું ભારતનું સપનું

24 December, 2018 05:24 PM IST  | 

નેધરલૅન્ડ્સે તોડ્યું ભારતનું સપનું

નેધરલેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો પરાજય

ભુવનેશ્વરમાં ચાલતા મેન્સ હૉકી વર્લ્ડ કપમાં ભારતે નેધરલૅન્ડ્સ સામેની મૅચ હારીને ઇતિહાસ સરજવાની તકને ગુમાવી દીધી હતી. પરિણામે ઘણા યુવા ખેલાડીઓ તો મેદાન પર જ રડી પડ્યા હતા. ૧૯૭૫ બાદ ભારત માટે પહેલી વખત વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પ્રવેશવાની તક હતી, પરંતુ ડચ ટીમે ક્વૉર્ટર ફાઇનલમાં ૨-૧થી હરાવી દેતાં સેમી ફાઇનલ માટેની સ્પર્ધામાંથી બહાર થઈ ગયું હતું. દિલપ્રીત સિંહ જેવો યુવા ખેલાડી તો આંખમાં આંસુ સાથે મેદાનની બહાર ગયો હતો.

ભારતે આકાશદીપ સિંહના ગોલની મદદથી ૧૨મી મિનિટમાં જ લીડ લીધી હતી, પરંતુ નેધરલૅન્ડ્સના ખેલાડીએ પહેલું ક્વૉર્ટર પૂરું થાય એની પાંચ સેકન્ડ પહેલાં જ ગોલ કરીને બરોબરી કરી હતી. ત્રીજા ક્વૉર્ટરમાં ભારે રસાકસી હતી. જોકે ૫૦મી મિનિટે નેધરલૅન્ડ્સના ખેલાડીએ પેનલ્ટી કૉર્નરને ગોલમાં પરિવર્તિત કરીને ટીમને લીડ અપાવી હતી. ડચની ટીમ સામે આક્રમણ કરવામાં ભારતને ઘણી મુશ્કેલી પડતી હતી. આવતી કાલે સેમી ફાઇનલમાં નેધરલૅન્ડ્સની ટક્કર ઑસ્ટ્રેલિયા સામે તો બેલ્જિયમની ટક્કર ઇંગ્લૅન્ડ સામે થશે.

જર્મનીને હરાવી બેલ્જિયમ પહેલી વાર સેમી ફાઇનલમાં

અનુભવી ટૉમ બુનના ફીલ્ડ ગોલની મદદથી બેલ્જિયમે બે વખતની ચૅમ્પિયન જર્મનીને ૨-૧થી હરાવીને પહેલી વખત હૉલી વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પ્રવેશ કયોર્ છે. ગયા વર્લ્ડ કપમાં બેલ્જિયમ પાંચમા સ્થાન પર રહ્યું હતું. બન્ને યુરોપિયન ટીમે બરાબરીની આક્રમક રમત બતાવી હતી, પરંતુ બુને ૫૧મી મિનિટે ગોલ કરતાં બેલ્જિયમે બાજી જીતી હતી.

hockey sports news india netherlands