ભારતે મજબૂત બેલ્જિયમ સામે મૅચ ૨-૨થી ડ્રૉ કરી

24 December, 2018 07:44 PM IST  |  Bhubaneswar

ભારતે મજબૂત બેલ્જિયમ સામે મૅચ ૨-૨થી ડ્રૉ કરી

ગોલ કર્યા બાદ ઉજવણી કરી રહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ

ભુવનેશ્વરમાં ચાલી રહેલા હૉકી વર્લ્ડ કપમાં ભારતે પુલ રાઉન્ડની બીજી મૅચમાં વર્લ્ડ-નંબર ૩ બેલ્જિયમ સામે મૅચ ૨-૨થી ડ્રૉ કરીને જબરદસ્ત ટૅલન્ટનો પરચો બતાવ્યો હતો. ખચાખચ ભરાયેલા કલિન્ગા સ્ટેડિયમમાં બેલ્જિયમે સારી શરૂઆત કરી, પણ ભારતે પણ એને જોરદાર ટક્કર આપી હતી. ભારત તરફથી હરમનપ્રીત સિંહ અને સિમરનજિત સિંહે ૧-૧ ગોલ કર્યો, જ્યારે હરીફ ટીમ તરફથી ઍલેક્ઝાન્ડર હેન્ડ્રિક્સ અને સિમોન ગુગનોઈએ ગોલ કર્યો હતો. છેલ્લે અમુક મિનિટો સુધી એવું લાગતું હતું કે ભારત મૅચ ૨-૧થી જીતશે, પણ ૫૬મી મિનિટે સિમોન ગુગનોઈએ ગોલ કરીને મૅચ ડ્રૉ કરાવી હતી.

કૅનેડા-સાઉથ આફ્રિકા વચ્ચેની મૅચ ૧-૧થી ડ્રૉ રહેતાં આ બન્ને ટીમ ટુર્નામેન્ટની પહેલી જીત મેળવવામાં ફરી નિષ્ફળ રહી હતી. પહેલાં ક્વૉર્ટ્રની સમાપ્તિ સુધીમાં વર્લ્ડ-નંબર ૧૫ સાઉથ આફ્રિકાને પેનલ્ટી કૉર્નરમાં ગોલ કરવાનો બે વખત ચાન્સ મYયો હતો, પણ કૅનેડાના ગોલકીપરે જબરદસ્ત ચપળતા બતાવતાં બન્ને ગોલ થવા દીધા ન હતા.

પહેલી મૅચમાં ભારત સામે ૦-૫થી હારી ગયેલા સાઉથ આફ્રિકાને સફળતા ૪૨મી મિનિટે નકોબાઇલ નટુલીએ ગોલ કર્યો ત્યારે મળી હતી, જ્યારે કૅનેડા વતી ૪૫મી મિનિટે સ્કૉટ ટપરે ગોલ કરીને સ્કોરલાઇન લેવલ કરી હતી. આફ્રિકાની આગામી મૅચ બેલ્જિયમ સામે ૮ ડિસેમ્બરે અને કૅનેડાની આગામી મૅચ આ જ દિવસે ભારત સામે રમાશે.

chak de! india india belgium hockey