હૉકી વર્લ્ડ કપ : ઑસ્ટ્રેલિયાએ આયરલૅન્ડને ૨-૧થી હરાવ્યું

24 December, 2018 07:46 PM IST  |  Bhubaneswar

હૉકી વર્લ્ડ કપ : ઑસ્ટ્રેલિયાએ આયરલૅન્ડને ૨-૧થી હરાવ્યું

ભુવનેશ્વરમાં ચાલી રહેલા હૉકી વર્લ્ડ કપમાં ટાઇટલ ફેવરિટ ઑસ્ટ્રેલિયાએ આયરલૅન્ડને મહામહેનતે ૨-૧થી હરાવ્યું હતું. ૨૦૧૦ અને ૨૦૧૪માં વર્લ્ડ કપ જીતીને આ વખતે જીતની હૅટ-ટ્રિક કરવા ઊતરેલી ઑસ્ટ્રેલિયા વતી પહેલો ગૉલ બ્લૅક ગોવર્સે ૧૧મી મિનિટે કર્યો હતો. ત્યાર બાદ વર્લ્ડ નંબર ૧૦ આયરલૅન્ડના ખેલાડીએ ગૉલ કરીને સ્કોરલાઇન લેવલ કરી હતી. ચીન-ઇંગ્લૅન્ડ વચ્ચેની મૅચ ૨-૨થી ડ્રો રહી હતી.

કાંગારૂ વતી બીજો ગૉલ ટિમ બ્રેન્ડે કર્યો હતો. આયરલૅન્ડે સમગ્ર મૅચ દરમ્યાન વર્લ્ડ નંબર વન ઑસ્ટ્રેલિયાને જબરદસ્ત ટક્કર આપી હતી. ભારતે પહેલી મૅચમાં સાઉથ આફ્રિકાને ૫-૦થી કચડી નાખ્યું હતું અને બીજી મૅચ આવતી કાલે બેલ્જિયમ સામે છે.

australia ireland hockey