30 March, 2026 05:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હર્ષ ગોયનકા
RPG એન્ટરપ્રાઇઝના ચૅરમૅન હર્ષ ગોયનકા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ક્રિકેટ સહિતના મુદ્દા પર કમેન્ટ કરવા માટે જાણીતા છે. તેમણે ગઈ કાલે X પ્લૅટફૉર્મ પર લલિત મોદી, જય શાહ અને સચિનને ગણેશ-વિષ્ણુ-બ્રહ્મા ગણાવ્યા હતા.
હર્ષ ગોયનકાએ લખ્યું હતું કે ‘જ્યારે આપણે કોઈ પણ પૂજા શરૂ કરીએ છીએ ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને ગણેશનું આહ્વાન કરીએ છીએ. IPL શરૂ થતાંની સાથે જ આપણને આપણી પોતાની ‘ત્રિમૂતિ’ યાદ આવે છે. ગણેશ - લલિત મોદી જેમણે આ રમત બનાવી. વિષ્ણુ - જય શાહ જે એને ટકાવી રાખે છે અને આગળ ધપાવે છે. બ્રહ્મા - સચિન તેન્ડુલકરને ક્રિકેટના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં ક્રિકેટ એક ધર્મ છે.’