MS Dhoniની તસવીર પોસ્ટ કરીને હાર્દિક પંડ્યાએ લખી આ વાત...

04 November, 2019 02:11 PM IST  |  મુંબઈ ડેસ્ક

MS Dhoniની તસવીર પોસ્ટ કરીને હાર્દિક પંડ્યાએ લખી આ વાત...

હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર ઘણો ઍક્ટિવ રહે છે. તેણે એમએસ ધોની અને તેની દીકરી ઝીવા દોની સાથેની પોતાની તસવીર પોસ્ટ કરી છે અને લખ્યું, "નાની દીકરીની ખૂબ જ યાદ આવે છે અને મોટા વ્યક્તિની પણ." આવું લખીને તેણે હાર્ટ ઇમોજી પણ શૅર કર્યો છે. આ તસવીર પર પત્ની સાક્ષી ધોનીએ કોમેન્ટ પણ કરી છે, "હાર્દિક પંડ્યા, તમને ખબર છે કે રાંચીમાં તમારું બીજું ઘર પણ છે."

આ કોમેન્ટનો રિપ્લાય આપતાં હાર્દિક પંડ્યાએ લખ્યું, "સાક્ષી ધોની મને ખબર છે, આભાર..."

હાર્દિક પંડ્યા હાલ લોઅર સર્જરીમાંથી પસાર થઈ રહ્યો છે, જેને તેણે યૂકેમાં કરાવી હતી. તેણે તે જ ડૉક્ટર પાસેથી પોતાની સર્જરી કરાવી, જેણે વર્લ્ડ કપ 2019માં તેની સર્જરી કરી હતી.

આ પણ વાંચો : Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો

સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી-20 સીરીઝ દરમિયાન તેને થયેલી કમરની ઇજા વધી ગઈ હતી, જેના પછી તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં તેનું ચયન કરવામાં આવ્યું ન હતું, બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરીઝમાં તે ટીમનો ભાગ નથી. આ સીરીઝમાં તેનો ભાઈ કૃણાલ પંડ્યા છે.

ms dhoni mahendra singh dhoni sakshi dhoni hardik pandya