4 મહિના પછી મેદાનમાં પાછા ફરેલા પંડ્યાએ એક હાથે પકડ્યો શાનદાર કેચ

28 January, 2019 06:41 PM IST  |  સ્પોર્ટ્સ ડેસ્ક

4 મહિના પછી મેદાનમાં પાછા ફરેલા પંડ્યાએ એક હાથે પકડ્યો શાનદાર કેચ

હાર્દિક પંડ્યાએ ઝડપ્યો શાનદાર કેચ

પાંચ મેચોની વન-ડે સીરીઝની સતત ત્રીજી મેચમાં ટીમ ઇન્ડિયાએ મેચની શાનદાર શરૂઆથ કરી છે. ભારતીય બોલર્સે એકવાર ફરી યજમાન ટીમ પર દબાણ બનાવી દીધું છે. ભારતીય બોલર્સે આજે એકવાર ફરીથી ન્યુઝીલેન્ડના બંને ઓપનર્સને સસ્તામાં પેવેલિયન મોકલી દીધા.

જ્યારે ત્યારબાદ ન્યુઝીલેન્ડની સૌથી મોટી વિકેટ યજુવેન્દ્ર ચહલે ઝડપી. ચહલે કીવ ટીમના કેપ્ટન કેન વિલિયમસનને આઉટ કર્યો. પરંતુ આ વિકેટનો સંપૂર્ણ શ્રેય ગયો એકવાર ફરીથી ટીમમાં એન્ટ્રી કરનારા હાર્દિક પંડ્યાને. જી હાં, પંડ્યાએ ઇનિંગની 17મી ઓવરમાં મિડ વિકેટ એરિયામાં હવામાં ઉડીને એક હાથથી વિલિયમસનનો એવો કેચ પકડ્યો કે ફરી આખું મેદાન પંડ્યાની પ્રશંસામાં ઉછળી પડ્યું.

ખુદ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ફીલ્ડર રહેલા મોહમ્મદ કૈફે ટ્વિટ કરીને કહ્યું કે આ વિકેટ બોલર નહીં પરંતુ ફીલ્ડરના ખાતામાં જવી જોઈએ.

વિલિયમસન આઉટ થતા પહેલા આજે એકવાર ફરી શ્રેષ્ઠતમ ફોર્મમાં જોવા મળી રહ્યો હતો. તેણે 48 બોલ્સમાં 28 રન પણ કરી દીધા હતા પરંતુ પંડ્યાના કેચ આગળ તેમનું જોર ન ચાલ્યું.

આ પણ વાંચો: IND VS NZ:ત્રીજી વન ડેમાં 7 વિકેટે ભારતનો વિજય

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરીઝની વચ્ચે 'કોફી વિથ કરન' શૉમાં વિવાદાસ્પદ નિવેદન આપવાને કારણે સસ્પેન્ડ થઈ ગયા હતા. ત્યારબાદ હવે તે ટીમમાં પાછો ફર્યો છે અને તેણે અત્યાર સુધી પોતાના પ્રદર્શનથી યજમાન ટીમ પર દબાણ બનાવવાની પણ કોશિશ કરી છે.

cricket news hardik pandya