હાર્દિક પંડ્યાએ બૉલિંગના પ્લાન જાહેર કરી દીધા એવું કેમ કહ્યું કોહલીએ?

30 November, 2020 05:26 PM IST  |  IANS | Gujarati Mid-day Online Correspondent

હાર્દિક પંડ્યાએ બૉલિંગના પ્લાન જાહેર કરી દીધા એવું કેમ કહ્યું કોહલીએ?

હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી

ઓસ્ટ્રેલિયન ટીમે રવિવારે સિડની વનડેમાં ભારતીય ટીમને 51 રને હરાવી. મેચમાં ભારતે 7 બૉલર્સનો ઉપયોગ કર્યો, પરંતુ સારું પ્રદર્શન માત્ર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કર્યું. ઇજામાંથી વાપસી કરી રહેલા પંડ્યાએ 14 મહિના પછી બૉલિંગ કરી. ભારતીય કપ્તાન વિરાટ કોહલીથી લઈને ઓસ્ટ્રેલિયન કપ્તાન એરોન ફિન્ચે તેના વખાણ કર્યા. કોહલીએ મેચ પછી એમ કહ્યું હતું કે, "તેને પૂછીને જ અમે તેની પાસે બૉલિંગ કરાવવાનો નિર્ણય લીધો. તેણે કહ્યું કે- તે થોડી ઓવર્સ નાખી શકે છે. 2 ઓવર નાખ્યા બાદ તેણે કહ્યું કે, વધુ 2 ઓવર્સ નાખી શકે એમ છે.

હાર્દિક પંડ્યાએ છેલ્લા 14 મહિનાથી બૉલિંગ નહોતી કરી અને પછી તેણે છેલ્લે 22 સપ્ટેમ્બરના દિવસે સાઉથ આફ્રિકા સામે બેંગલુરુમાં T-20માં બૉલિંગ કરી જેમાં તેણે એક વિકેટ પણ લીધી હતી. પાછા ફરીને બાદ હાર્દિકે મુંબઈ માટે 14 મેચમાં 281 રન બનાવ્યા પણ આ દરમિયાન પણ તેણે બૉલિંગ તો નહોતી જ કરી.

ઓસ્ટ્રેલિયન કેપ્ટન ફિન્ચે કહ્યું કે, "જે રીતે વિરાટે કહ્યુ, અમને પંડ્યાની બોલિંગથી બ્લૂપ્રિન્ટ મળી ગઈ. તેણે ધીમી ગતિએ બોલિંગ કરી, જેના પર રન બનાવવા અઘરા રહ્યા." ફિન્ચે ટીમના બેટ્સમેનોના વખાણ કરતા કહ્યુ કે, આ પરફેક્ટ બેટિંગ પરફોર્મન્સ હતું. તમે જ્યારે 300થી વધુ રન બનાવો છો, તો સારું રહે છે. બે શાનદાર જીતથી ખુશ છું."

ઓસ્ટ્રેલિયાની ટીમમાં 3 વર્ષ પછી વાપસી કરનાર મોઝેઝ હેનરિક્સે જોશ હેઝલવુડની બોલિંગમાં વિરાટ કોહલીનો સુપર કેચ કર્યો હતો. કોહલી 89 રન બનાવીને આઉટ થયો હતો. હેનરિક્સે કહ્યુ, ટીમ માટે આ બહુ મોટી વિકેટ હતી.

virat kohli cricket news hardik pandya sports news