ન્યુ ઝીલૅન્ડમાં હાર્દિક ટી૨૦ ટીમનો અને ધવન વન-ડેનો કૅપ્ટન

01 November, 2022 11:25 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રોહિત તેમ જ કોહલી અને રાહુલને આ પ્રવાસમાંથી આરામ અપાયો છે.

હાર્દિક પંડ્યા ફાઇલ તસવીર

ઑસ્ટ્રેલિયાના ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલ પછીના પાંચ દિવસ બાદ ભારતીય ખેલાડીઓ ન્યુ ઝીલૅન્ડ જશે અને ત્યાં ટી૨૦ અને વન-ડે સિરીઝ રમશે. રોહિત તેમ જ કોહલી અને રાહુલને આ પ્રવાસમાંથી આરામ અપાયો છે. હાર્દિક ટી૨૦ ટીમનું અને ધવન વન-ડે ટીમનું સુકાન સંભાળશે. ભારતીય ખેલાડીઓ ન્યુ ઝીલૅન્ડમાં ૧૮ નવેમ્બરથી શરૂ થતી સિરીઝમાં પહેલાં ત્રણ ટી૨૦ અને પછી ત્રણ વન-ડે રમશે.

ટી૨૦ ટીમ : હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રિષભ પંત (વાઇસ કૅપ્ટન, વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હૂડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સૅમસન (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.

વન-ડે ટીમ : શિખર ધવન (કૅપ્ટન), રિષભ પંત (વાઇસ કૅપ્ટન, વિકેટકીપર), શુભમન ગિલ, દીપક હૂડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સૅમસન (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, શાહબાઝ અહમદ, અર્શદીપ સિંહ, દીપક ચાહર, કુલદીપ સેન, ઉમરાન મલિક.

બંગલાદેશમાં રોહિત કૅપ્ટન, જાડેજાનું કમબૅક

ભારતીય ખેલાડીઓ બંગલાદેશમાં આગામી ૪-૧૦ ડિસેમ્બર દરમ્યાન ત્રણ વન-ડે અને ત્યાર બાદ ૧૪-૨૬ ડિસેમ્બર દરમ્યાન બે ટેસ્ટ રમાશે. જાડેજા ઘૂંટણની સર્જરી બાદ કમબૅક કરી રહ્યો છે.
વન-ડે ટીમ : રોહિત (કૅપ્ટન), રાહુલ (વાઇસ-કૅપ્ટન), ધવન, કોહલી, પાટીદાર, ઐયર, રાહુલ ત્રિપાઠી, પંત (વિકેટકીપર), કિશન (વિકેટકીપર), જાડેજા, અક્ષર, વૉશિંગ્ટન સુંદર, શાર્દુલ, શમી, સિરાજ, દીપક ચાહર અને યશ દયાલ.

ટેસ્ટ ટીમ : રોહિત (કૅપ્ટન), રાહુલ (વાઇસ-કૅપ્ટન), ગિલ, પુજારા, કોહલી, ઐયર, પંત (વિકેટકીપર), ભરત (વિકેટકીપર), અશ્વિન, જાડેજા, અક્ષર, કુલદીપ યાદવ, શાર્દુલ, શમી, સિરાજ અને ઉમેશ યાદવ.

sports news sports indian cricket team cricket news t20 international hardik pandya shikhar dhawan