વિવાદને પગલે હાર્દિક પંડ્યા અને કે.એલ રાહુલ સિડની વન-ડેમાંથી બહાર

14 February, 2019 04:25 PM IST  | 

વિવાદને પગલે હાર્દિક પંડ્યા અને કે.એલ રાહુલ સિડની વન-ડેમાંથી બહાર

હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને સિડની વન-ડેમાંથી બહાર

એક ટીવી શૉ દરમિયન મહિલાઓ પર અશ્લીલ ટિપ્પણીના પગલે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને સિડની વન-ડેથી બહાર રાખવામાં આવ્યાં છે. BCCIના COA સાથેના ઈ-મેલ સંવાદમાં જાણકારી મળી છે કે બન્ને પ્લેયર્સ પર કાર્યવાહી કરવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ સામે 15 દિવસની તપાસ સમિતિ બેસાડવામાં આવી શકે છે. જો તપાસ સમિતિ બેસે તો બન્ને પ્લેયર્સ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ ગુમાવશે. એટલું જ નહી બન્ને પ્લેયર્સને ભારત પાછા બોલાવવામાં આવી શકે છે.

એક શૉ દરમિયાન કરણ જોહરે બન્ને પ્લેયર્સે તેમની પર્સનલ લાઈફ વિશે વાતો શૅર કરી હતી. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ રિલેશનશિપ, ડેટિંગ અને મહિલાઓને લઈને પ્રશ્નોના જવાબ આપ્યા હતા . આ જવાબોના કારણે વિવાદ સર્જાયો હતો. પંડ્યાના મહિલા વિરોધી નિવેદનોના કારણે સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થયો હતો. ટીકાઓ પછી BCCIની COAએ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને નોટિસ પણ ફટકારી હતી. જેના પગલે બન્ને પ્લેયર્સે ફેન્સ સામે માફી પણ માંગી હતી. પ્રશાસકોની સમિતિના પ્રમુખ વિનોદ રાયે હાર્દિક અને રાહુલને અશ્લીલ નિવેદન માટે બે મેચના પ્રતિબંધનો પ્રસ્તાવ મુક્યો હતો.

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે, 'ભારતીય ક્રિકેટ ટીમના દ્રષ્ટિકોણથી એ સમયે જે પણ ટિપ્પણી કરવામાં આવી તેને ટીમ સમર્થન કરતી નથી. આ વ્યક્તિગત વિચારસરણી છે અને ટીમ આ વાતનું સમર્થન કરતી નથી. બન્ને પ્લેયર્સને અહેસાસ છે કે તેમણે ભૂલ કરી છે અને તેમના પર આ વિવાદની ઉંડી અસર થઈ છે. BCCIના નિર્ણયની હું રાહ જોઈશ.'

 

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાના નિવેદન પર વકર્યો વિવાદ, હૉટસ્ટારે હટાવ્યો એપિસોડ

 

વિવાદના કારણે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને 13 સદસ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી અને જો 15 દિવસની તપાસ સમિતિની રચના થશે તો બન્ને ખેલાડીઓ સિરીઝ પણ ગુમાવશે.

hardik pandya kl rahul team india koffee with karan cricket news sports news