હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ સસ્પેન્ડ, BCCIની ફટકાર

14 February, 2019 04:23 PM IST  | 

હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ સસ્પેન્ડ, BCCIની ફટકાર

હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ નહી રમી શકે ઓસ્ટ્રેલિયા વન-ડે

હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને ટીવી શૉમાં મહિલાઓ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી અંગે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ રમી નહીં શકે. એટલુ જ નહીં બન્ને પ્લેયર્સ કોઈ પણ ઈંટરનેશનલ, નેશનલ કે અન્ય કોઈ પણ ક્રિકેટ મેચ નિર્ણય આવવા સુધી રમી શકશે નહી. રિયાલિટી શૉ દરમિયાન પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આપત્તિજનક ટિપ્પણીઓના કારણે હોબાળો મચ્યો હતો. વાતની ગંભીરતાને સમજતા બન્ને પ્લેયર્સે સોશિયલ મીડિયા પર માફી માંગી હતી. જો કે અસંતુષ્ટ BCCIએ તપાસના આદેશ આપ્યા છે અને જ્યાં સુધી કોઈ નિર્ણય ન લેવાય ત્યાં સુધી બન્ને પ્લેયર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

એક શૉ દરમિયાન કરણ જોહરે બન્ને પ્લેયર્સે તેમની પર્સનલ લાઈફ વિશે વાતો શૅર કરી હતી. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ રિલેશનશિપ, ડેટિંગ અને મહિલાઓને લઈને પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ જવાબોના કારણે વિવાદ સર્જાયો હતો. પંડ્યાના મહિલા વિરોધી નિવેદનોના કારણે સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થયો હતો. ટીકાઓ પછી BCCIની COAએ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને નોટિસ પણ ફટકારી હતી. જેના પગલે બન્ને પ્લેયર્સે ફેન્સ સામે માફી પણ માંગી હતી. પ્રશાસકોની સમિતિના પ્રમુખ વિનોદ રાયે હાર્દિક અને રાહુલને અશ્લીલ નિવેદન માટે બે મેચના પ્રતિબંધનો પ્રસ્તાવ મુક્યો હતો. જો કે હાલ અન્ય કોઈ નિર્ણય આવવા સુધી બન્ને પ્લેયર્સ સસ્પેન્ડ રહેશે

 

આ પણ વાંચો: ''ધ વોલ'' રાહુલ દ્રવિડની યાદગાર તસવીરો

 

 BCCIએ ફટકાર લગાવાતા અન્ય કોઈ નિર્ણય લેવાય ત્યાં સુધી બન્ને પ્લેયર્સને સસ્પેન્ડ કરાતા હાર્દિક અને રાહુલ કોઈ પણ જાતની ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહી. 

hardik pandya kl rahul international cricket council