હરભજન ફ્રસ્ટ્રેશનનો ઉપયોગ તેની ગેમમાં કરે છે : VVS લક્ષ્મણ

07 June, 2020 08:16 PM IST  |  Mumbai Desk | Agencies

હરભજન ફ્રસ્ટ્રેશનનો ઉપયોગ તેની ગેમમાં કરે છે : VVS લક્ષ્મણ

હરભજન સિંહ

છેલ્લા કેટલાક સમયથી વીવીએસ લક્ષ્મણ પોતાના સાથી પ્લેયરમાંના કેટલાક પ્લેયરોને ટ્રીબ્યુટ આપી રહ્યો છે. આ વખતે તેણે હરભજન સિંહને યાદ કર્યો છે અને કહ્યું છે કે હરભજન પોતાના ફ્રસ્ટ્રેશનને બેકાબૂ ગુસ્સામાં બદલી નાખે છે. હરભજન સિંહ વિશે વાત કરતાં લક્ષ્મણે કહ્યું કે ‘હવે પછીની જે વ્યક્તિ છે તેણે પોતાના પર્સનલ અને પ્રોફેશનલ કરીઅરમાં ઘણી સારી ઉપલબ્ધિઓ મેળવી છે. હરભજન સિંહમાં એ ક્ષમતા છે કે તે પોતાના ફ્રસ્ટ્રેશનનો ઉપયોગ તેની ગેમમાં કાઢે છે અને એને બેકાબૂ ગુસ્સામાં બદલી નાખે છે.’

હરભજન અને વીવીએસ લક્ષ્મણ ૨૦૦૧માં ઑસ્ટ્રેલિયા સામેની કલકત્તા ટેસ્ટમાં મહત્ત્વની ઇનિંગ્સ રમ્યા હતા જેને કારણે ભારતનો વિજય થયો હતો.

sports sports news cricket news harbhajan singh vvs laxman