19 May, 2025 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હરભજન સિંહ, મહેન્દ્ર સિંહ ધોની
ભારતના ભૂતપૂર્વ ઑફ સ્પિનર હરભજન સિંહે હાલમાં ક્રિકેટર્સના ફૅન્સને લઈને વિવાદિત કમેન્ટ કરી છે. ચેન્નઈ સુપર કિંગ્સનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આગામી IPL સીઝનમાં રમી રહ્યો છે કે નહીં એની ચર્ચા દરમ્યાન ભજ્જી કહે છે કે ‘તે જેટલું લાંબું રમી શકે છે એટલું રમશે. ચાહકો ઇચ્છે છે કે તે રમતો રહે. મને લાગે છે કે તેના ખરા ફૅન્સ છે, બાકીના (પ્લેયર્સના) સોશ્યલ મીડિયા પર પેઇડ ફૅન્સ પણ છે. એ તેમના પર છોડી દો, કારણ કે જો આપણે એની ચર્ચા શરૂ કરીશું તો ચર્ચા અલગ દિશામાં જશે.’