હરભજનસિંહે ‘ધ હન્ડ્રેડ’ ના ડ્રાફ્ટમાં નામ નોંધાવનાર એક માત્ર ભારતીય

04 October, 2019 04:30 PM IST  |  Mumbai

હરભજનસિંહે ‘ધ હન્ડ્રેડ’ ના ડ્રાફ્ટમાં નામ નોંધાવનાર એક માત્ર ભારતીય

હરભજનસિંહ (PC : Scroll)

Mumbai : ટીમ ઇન્ડિયાના પુર્વ ઓફ સ્પિનર હરભજન સિંહ હંમેશા ચર્ચાનું કેન્દ્ર બનતો રહે છે. ત્યારે હવે હરભજન સિંહ ઇંગ્લિશ લીગ 'ધ હન્ડ્રેડ'માં ભાગ લઇ શકે છે. તે પ્લેયર્સ ડ્રાફ્ટમાં નામ નોંધાવનાર એકમાત્ર ભારતીય ક્રિકેટર છે. ઈસપીએન ક્રિકઇન્ફો અનુસાર હરબાજને તેની બેઝ પ્રાઈઝ 1 લાખ પાઉન્ડ રાખી છે. આ ટૂર્નામેન્ટ આવતા વર્ષે જુલાઈમાં શરૂ થશે. ડ્રાફ્ટમાં ઓઇન મોર્ગન, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને ક્રિસ ગેલ સહિત 25 વિદેશી ખેલાડીઓએ નામ રજીસ્ટર કરાવ્યા છે.

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

BCCI પાસેથી હરભજને રમવા માટે NOC મેળવવું જરૂરી છે
મોટા ભાગે BCCI ભારતીય ક્રિકેટર્સને વિદેશી લીગ્સમાં રમવાની છૂટ આપતું નથી. યુવરાજે નિવૃત્તિ પછી જ કેનેડા ટી-20 લીગમાં ભાગ લીધો હતો. તેવામાં બીસીસીઆઈ હરભજનને NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) આપે છે કે કેમ તે જોવાનું રહેશે. હરભજન ભારત માટે છેલ્લે 2016ના એશિયા કપમાં રમ્યો હતો. તેણે 1998માં ડેબ્યુ કર્યું હતું અને અત્યાર સુધીમાં 103 ટેસ્ટમાં 417 વિકેટ લીધી છે. તેમજ 236 વનડેમાં 269 વિકેટ ઝડપી છે.

cricket news harbhajan singh board of control for cricket in india