Happy Birthday Bob Willis: એવા બૉલર જેમનો ડર રહેતો ધુરંધરોને

30 May, 2020 05:36 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Happy Birthday Bob Willis: એવા બૉલર જેમનો ડર રહેતો ધુરંધરોને

બૉબ વિલિસ

ઇંગ્લેન્ડના પૂર્વ બૉલર વિલિસની ગણતરી પોતાના દેશના દિગ્ગજ બૉલરમાં કરવામાં આવે છે. વર્ષ 1971માં ટેસ્ટ ડેબ્યૂ કરનારા વિલિસે ઇન્ટરનેશનલ કરિઅરમાં કુલ 405 વિકેટ્સ લીધી. ક્રિકેટ છોડ્યા પછી તેમણે કૉમેન્ટ્રીમાં પણ સારું નામ કમાવ્યું. આજે તેમનો જન્મદિવસ છે, જાણીએ કેટલીક ખાસ વાતો...

ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર રૉબર્ટ જૉર્જ ડાયલન વિલિસ, જેમને બૉબ વિલિસના નામે ઓળખવામાં આવે છે તેમનો જન્મ આજના જ દિવસે એટલે કે 30મેના 1949માં થયો હતો.

26 વર્ષની ઉંમરમાં જ બન્ને ઘૂંટણની સર્જરી
6 ફૂટ 6 ઇન્ચ લાંબા આ ફાસ્ટબૉલરે 26 વર્ષની ઉંમરમાં બન્ને ઘૂંટણની સર્જરી કરાવી લીધી હતી.

સર્જરી પછી પણ 9 વર્ષ સુધી ક્રિકેટ
વિલિસને સર્જરી પછી પણ બૉલિંગમાં તકલીફ થતી હશે, પણ તેમ છતાં તે ખૂબ જ શાનદાર અંદાજમાં રમ્યા. તેમણે 18 ટેસ્ટ મેતમાં ઇંગ્લેન્ડની કૅપ્ટનશિપ પણ સંભાળી. એટલું જ નહીં, સર્જરી પછી પણ તે 9 વર્ષ સુધી ક્રિકેટ રમ્યા. તેમણે હેડિંગ્લેમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચમાં એક જ ઇનિંગમાં 8 વિકેટ લીધી હતી.

પછી બન્યા કોમેન્ટેટર
રિટાયરમેન્ટ પછી તેમણે મીડિયા તરફ વલણ કર્યું અને જાણીતાં કોમેન્ટેટર બની ગયા. એટલું જ નહીં, તેમણે સ્કાઇ સ્પોર્ટ્સ સાથે સ્ટૂડિયો એક્સપર્ટ તરીકે પણ કામ કર્યું. તેમનું 70 વર્ષની વયે 4 ડિસેમ્બર 2019ના નિધન થયું.

આવું રહ્યું કરિઅર
વિલિસે પોતાના કરિઅરમાં 90 ટેસ્ટ મેચ રમ્યા અને 325 વિકેટ લીધા. તેમણે 128 ટેસ્ટ મેચમાં કુલ 840 રન્સ બનાવ્યા. વનડે ઇંટરનેશનલમાં તેમણે 64 મેચમાં 80 વિકેટ લીધી.

sports sports news cricket news