આઇસીસીના ચીફ તરીકે સૌરવને જોવાનું મને ગમશે: ગ્રેમ સ્મિથ

23 May, 2020 05:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇસીસીના ચીફ તરીકે સૌરવને જોવાનું મને ગમશે: ગ્રેમ સ્મિથ

ફાઈલ તસવીર

ક્રિકેટ સાઉથ આફ્રિકાના ડિરેક્ટર ઑફ ક્રિકેટ ગ્રેમ સ્મિથ અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર જૅક કૅલિસે કહ્યું છે કે અમને આઇસીસીના ચીફપદે સૌરવ ગાંગુલીને જોવાનું ગમશે અને એ માટે અમે ટેકો આપવા તૈયાર છીએ. સ્મિથે કહ્યું કે ‘અમારા દૃષ્ટિકોણથી સૌરવ ગાંગુલી જેવો માણસ જો આઇસીસીના પ્રમુખપદે ચૂંટાઈ આવે તો અમારે માટે એ સારી વાત હશે. મારા ખ્યાલથી ક્રિકેટની ગેમ માટે આ સારી વાત હશે. તે એક મોટા લેવલનો સમજુ પ્લેયર છે અને સન્માનિત વ્યક્તિ પણ છે. આગળ વધવા માટે તેના નેતૃત્વમાં કામ કરવું અમને ગમશે. મારા ખ્યાલથી અમારી ગેમમાં ટૉપ લેવલની વ્યક્તિ જો મૉડર્ન ગેમની પરીભાષા સમજે તો ક્રિકેટનું ભવિષ્ય જરૂરથી ઉજ્જ્વળ બની રહેશે. સૌરવ સાથે લાંબો સમય પસાર કર્યા બાદ હવે ગેમને એક નવી વ્યાખ્યા આપવા માટે કામ કરવાની મજા આવશે.’

ગ્રેમ સ્મિથ ઉપરાંત જૅક કૅલિસે પણ સૌરવ ગાંગુલી આઇસીસીની સત્તા પર આવે એવી આશા વ્યક્ત કરી છે જેથી ક્રિકેટ સાઉથ આફ્રિકાનું ભવિષ્ય ઉજ્જ્વળ બનાવી શકાય.

૨૦૦૨ની બાલ્કનીની યાદ અપાવી દાદાએ

સૌરવ ગાંગુલી અને બાલ્કનીનો સંબંધ ઘણો જૂનો છે. ઐતિહાસિક અને યાદગાર છે. ૨૦૦૨માં લૉર્ડ્સની બાલ્કનીમાં શર્ટલેસ દાદાને આજે પણ યાદ કરવામાં આવે છે અને એ ક્ષણને ફરી યાદ કરાવી આપી દાદાએ, જ્યારે તે પોતાના ઘરની બાલ્કનીમાં આવેલા કેરીના ઝાડ પાસે જોવા મળ્યો.

વાવાઝોડા અમ્ફાન બાદ પોતાના ઘરની કેરીનું ઝાડ વ્યવસ્થિત કરતો આ ફોટો અપલોડ કરી દાદાએ લખ્યું, ‘ઘરમાં કેરીનું ઝાડ ઉપાડવું, પાછું ખેંચવું અને ફરી ગોઠવવું પડ્યું... એ સૌથી વધુ મજબૂત છે.’

sports sports news cricket news international cricket council sourav ganguly