20 August, 2026 11:34 AM IST | Australia | Gujarati Mid-day Correspondent
મૅક્સવેલના ઘરે પુત્રીનું આગમન, નામ રાખ્યું માઇયા
ઑસ્ટ્રેલિન ક્રિકેટર ગ્લેન મૅક્સવેલના ઘરે લક્ષ્મીનું આગમન થયું છે. ભારતીય મૂળની તેની પત્ની વિની રમણે તેમના બીજા સંતાનના રૂપમાં પુત્રીને જન્મ આપ્યો હતો. પ્રાઉન્ડ પેરન્ટ્સે સોશ્યલ મીડિયામાં આ ખુશખબર ચાહકો સાથે શૅર કરીને લખ્યું હતું, ‘અમારી ડ્રીમ ગર્લ આવી ગઈ છે, માઇયા મૅક્સવેલ’
લાંબો સમય સંબંધમા રહ્યા બાદ બન્નેએ ૨૦૨૦માં સગાઈ કરી હતી અને કોરોનાકાળને લીધે બે વર્ષ બાદ માર્ચ ૨૦૨૩માં લગ્ન કર્યાં હતાં. ૨૦૨૩માં જ તેઓ એક પુત્રના પેરન્ટ્સ બની ગયા હતા. ભારતીય મૂળની વિની તામિલ પરિવારની છે. તેનો જન્મ અને શિક્ષણ ઑસ્ટ્રેલિયામાં જ થયાં હતાં.