વાઇસ કૅપ્ટન તરીકે ખુશ છું, પેઇન અદ્ભુત છે : પેટ કમિન્સ

05 April, 2020 01:06 PM IST  |  Sydney | Agencies

વાઇસ કૅપ્ટન તરીકે ખુશ છું, પેઇન અદ્ભુત છે : પેટ કમિન્સ

પેટ કમિન્સ

ઑસ્ટ્રેલિયન ટેસ્ટ ક્રિકેટ ટીમનો કૅપ્ટન ટીમ પેઇન પોતાના પછી પેટ કમિન્સને કૅપ્ટનપદ માટેનો દાવેદર ગણે છે, પણ કમિન્સના મતે તે પોતે વાઇસ કૅપ્ટનપદે ખુશ છે.

આ વિશે વાત કરતાં કમિન્સે કહ્યું કે ‘સાંભળીને ખરેખર સારું લાગે છે. મને વધારે કે ઓછાની આશા નથી. હું ખુશનસીબ છું કે તેની કપ્તાનીમાં મને વાઇસ કૅપ્ટનની જવાબદારી મળી. તે એક અદ્ભુત ખેલાડી છે. મેં આ પહેલાં પણ અનેક વાર કહ્યું છે કે જ્યારે ટીમમાં પેઇન અને ઍરોન ફિન્ચ જેવા પ્લેયરો છે તો મારે કૅપ્ટન્સીનો ભાર શા માટે લેવો? એ લોકો કૅપ્ટન તરીકે સારું કામ કરી રહ્યા છે. આ પર્ફેક્ટ વર્લ્ડમાં કૅપ્ટન તરીકેનો અને ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના કૅપ્ટન માટે તમારી પાસે ટીમને લીડ કરવાનો સારો એવો અનુભવ જરૂરી છે. કૅપ્ટન તરીકે તમારો અનુભવ હંમેશાં સારો હોય એવું જરૂરી નથી. દર વખતે તમે નક્કી કરેલા પ્લાનિંગ પ્રમાણે બધું કામ થાય એ શક્ય પણ નથી.’

આ પહેલાં પેઇને પણ સ્પષ્ટપણે કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયન ટીમને લીડ કરવા માટે સ્ટીવન સ્મિથ એકમાત્ર પ્લેયર નથી. એવા અનેક પ્લેયરો ટીમમાં છે જેઓ ટીમની કપ્તાની સંભાળી શકે છે.

australia cricket news sports news