બોલિંગ-આક્રમણ ભારતને વર્લ્ડ કપનું પ્રબળ દાવેદાર બનાવે છેઃગિલેસ્પી

14 February, 2019 07:10 PM IST  | 

બોલિંગ-આક્રમણ ભારતને વર્લ્ડ કપનું પ્રબળ દાવેદાર બનાવે છેઃગિલેસ્પી

જેસન ગિલેસ્પી

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પીને લાગે છે કે જસપ્રીત બુમરાહની આગેવાનીવાળું વર્તમાન બોલિંગ-આક્રમણ ભારતને આગામી વર્લ્ડ કપમાં યજમાન ઇંગ્લૅન્ડ સાથે પ્રબળ દાવેદારો પૈકી એક બનાવે છે. ગિલેસ્પીએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મને લાગે છે કે ભારતીય આક્રમણ ખૂબ જ સંતુલિત છે. બુમરાહને કેટલાંક નિશ્ચિત કારણોથી આરામ આપવામાં આવ્યો છે, પરંતુ તેમનું આક્રમણ એમ છતાં ઘણું સારું છે. દરેક વ્યક્તિ અલગ-અલગ પ્રકારની બોલિંગ કરે છે. તમે બુમરાહને પણ એમાં જોડી શકો છે. ભારત વલ્ર્ડ કપમાં એક સારી ટીમ છે. મને લાગે છે કે ઇંગ્લૅન્ડ નિિત રૂપથી પ્રબળ દાવેદાર છે, પરંતુ ભારત પણ પાછળ નથી.’

ગિલેસ્પીએ બુમરાહની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘આ બોલરની અલગ ઍક્શન એને અન્ય બોલરો કરતાં અલગ બનાવે છે. મને બુમરાહને બોલિંગ કરતો જોવાનું ગમે છે. તે ધીરે-ધીરે દોડે છે, પરંતુ જ્યારે ક્રીઝ પર આવે છે ત્યારે તેની ઍક્શન બહુ જ ઝડપી હોય છે. તે સારી સ્પીડથી બોલિંગ કરે છે. બૅટ્સમૅનને પરેશાન કરે છે તેમ જ પોતાની ઝડપમાં પણ ઘણો ફેરફાર કરે છે. તે ઘણો સારો બોલર છે. તેની ઍક્શન શાનદાર છે. તે બૉલ ફેંકતી વખતે પોતાના પગને આગળ કરે છે. તે સ્વિંગ શૉટ ફેંકે છે. એનાથી જ સ્પીડ મળે છે, પરંતુ આવું કરવા માટે તમારે મજબૂત હોવું જરૂરી છે. બુમરાહ મજબૂત છે અને ટેસ્ટ-ક્રિકેટમાં લાંબા સ્પેલ ફેંકવા માટે ફિટ છે. તે ટેસ્ટમાં હંમેશાં પોતાની સ્પીડ જાળવી રાખે છે તેમ જ આ વસ્તુ જ તેને સારો બોલર બનાવે છે.’

આ પણ વાંચોઃવર્લ્ડ કપને ધ્યાનમાં રાખી બુમરાહને આરામ

ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમ ત્રણ મૅચોની વન-ડે સિરીઝમાં ૧-૧થી બરોબર ચાલી રહી છે. નિર્ણાયક મૅચ શુક્રવારે મેલબર્નમાં રમાશે. ઑસ્ટ્રેલિયાની ટીમ જાન્યુઆરી-૨૦૧૭ બાદ પહેલી વન-ડે સિરીઝ જીતવા ઉત્સુક છે. ગિલેસ્પીએ કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયાની ટીમને બૅટિંગ અને બોલિંગમાં બે મહત્વના ખેલાડીઓની ખોટ પડી રહી છે, પરંતુ વર્લ્ડ કપમાં ટીમ અલગ દેખાશે.’

team india cricket news sports news