ક્વૉરન્ટીન દરમ્યાન કોહલીને જિમ પાર્ટનર તરીકે જોવા માગે છે ગિબ્સ

23 March, 2020 04:09 PM IST  |  Mumbai Desk | Agencies

ક્વૉરન્ટીન દરમ્યાન કોહલીને જિમ પાર્ટનર તરીકે જોવા માગે છે ગિબ્સ

કોહલી સાથે ક્વૉરન્ટાઇનમાં રહેવા માગે છે ગિબ્સ

સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ પ્લેયર હર્શલ ગિબ્સ ક્વૉરન્ટીન દરમ્યાન વિરાટ કોહલીને પોતાના જિમ પાર્ટનર તરીકે જોવા માગે છે.
વાસ્તવમાં આઇસીસીએ કોરોના વાઇરસની મહામારી વચ્ચે એક હળવું વાતાવરણ નિર્માણ કરવા સોશ્યલ મીડિયામાં પ્રશ્ન પૂછ્યો હતો કે ક્વૉરન્ટીન દરમ્યાન તમે કોને પોતાનો પાર્ટનર બનાવવા માગશો.

આઇસીસીના આ પ્રશ્નના જવાબમાં વિરાટના નામનો ઉલ્લેખ કરતાં ગિબ્સે કહ્યું કે ‘આ ક્વૉરન્ટીનના સમયમાં હું વિરાટ કોહલીને પોતાના જિમ પાર્ટનર તરીકે જોવા માગું છું.’

sports sports news coronavirus covid19 virat kohli cricket news