ઘાટકોપર જૉલી જિમખાનામાં ઇન્ટર-સ્કૂલ ટુર્નામેન્ટનો પ્રારંભ

05 January, 2023 02:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૫-૩૫ ઓવરની મૅચવાળી અને નૉકઆઉટ ધોરણે રમાતી આ સ્પર્ધાની ફાઇનલ ૧૦ ફેબ્રુઆરીએ રમાશે

ઘાટકોપર જૉલી જિમખાનામાં ઇન્ટર-સ્કૂલ ટુર્નામેન્ટનો પ્રારંભ

ઘાટકોપર જૉલી જિમખાનામાં દર વર્ષની માફક આ વખતે પણ ઇન્ટર-સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ થયો છે. ૩૫-૩૫ ઓવરની મૅચવાળી અને નૉકઆઉટ ધોરણે રમાતી આ સ્પર્ધાની ફાઇનલ ૧૦ ફેબ્રુઆરીએ રમાશે. સ્પર્ધાની આઠ ટીમમાં આર. એન. ગાંધી સ્કૂલ, એમ. ડી. ભાટિયા ઇંગ્લિશ મીડિયમ હાઈ સ્કૂલ (ઘાટકોપર), માટુંગાની શ્રી અમુલખ અમીચંદ સ્કૂલ, બી. કે. સ્વાધ્યાય ભવન તથા ડૉન બોસ્કો હાઈ સ્કૂલ, પવઈની એસ. એમ. શેટ્ટી સ્કૂલ તેમ જ પવાર પબ્લિક સ્કૂલ અને ચેમ્બુરની સ્વામી વિવેકાનંદ હાઈ સ્કૂલનો સમાવેશ છે. ટુર્નામેન્ટના પ્રારંભ વખતે ઘાટકોપર જૉલી જિમખાનાના ચૅરમૅન રજનીકાંત શાહ, ટ્રેઝરર તથા મૅનેજિંગ કમિટીના મેમ્બર નલિનભાઈ મહેતા, ટ્રસ્ટી પ્રવીણભાઈ પટેલ, ક્રિકેટ-ઇન્ચાર્જ તથા મૅનેજિંગ કમિટીના મેમ્બર નિશિથ ગોળવાલા તેમ જ મૅનેજિંગ કમિટી અને ક્રિકેટ સબ-કમિટીના મેમ્બર્સ હાજર હતા.

sports news sports ghatkopar cricket news