દબાણમાં ક્રિકેટરો વિચીત્ર કામ કરે છે : પુર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર

28 March, 2019 09:29 PM IST  |  મુંબઈ

દબાણમાં ક્રિકેટરો વિચીત્ર કામ કરે છે : પુર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર (PC : ICC)

આઇપીએલ 2019ની શરૂઆત થઇ ગઇ છે. પરંતુ આ શરૂઆત એક વિવાદ સાથે થઇ હતી. અશ્વિને રાજસ્થાનના બેટ્સમેન બટલરને માંકડ રન આઉટ કર્યા બાદ વિવાદ વકર્યો હતો. જોકે આ ઘટના બાદ ઘણા લોકો અશ્વિનનું સમર્થન કર્યું છે. તો ઘણાએ ટીકા પણ કરી છે. ત્યારે આ વિવાદમાં હવે ગૌતમ ગંભીરે પણ નિવેદન આપ્યું છે.

શું કહ્યું ગૌતમ ગંભીરે...
ભારતના પુર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ખેલાડી જ્યારે દબાણમાં હોય છે ત્યારે તે આમ કરે છે. તેણે પોતાની ઇન્ડિયા-એ ના દિવસોની ઘટનાનું ઉદાહરણ દેતા અશ્વિનના માંકડિંગ કરવા પાછળ દબાણને કારણ ગણાવ્યું હતું.

આ પણ જુઓ : IPL મેચમાં KKRના વિજય પછી કંઈક આવો હતો શાહરુખનો અંદાજ

સાથી ખેલાડીના પેન્ટ અને મોજા ફ્રિજમાં રાખ્યા હતા : ગંભીર
ભારતના અગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની પોતાની કોલમમાં ગૌતમ ગંભીરે લખ્યું છે કે જ્યારે હું ઇન્ડિયા એ ટીમ તરફથી રમતો હતો ત્યારે એક દિવસ હોટલ રુમમાં પહોંચ્યો હતો. ત્યાં મેં જોયું કે રુમમાં રાખેલા નાના ફ્રીજમાં બે વાદળી અને બે કાળા કલરના પેન્ટ અને ત્રણ જોડી મોજા રાખ્યા હતા. હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મેં જ્યારે મારા રુમમેટને આ વિશે પુછ્યું , જે પહેલા ભારત તરફથી ઘણી મેચો રમી ચૂક્યો હતો. તેણે કહ્યું હતું કે ઘણું દબાણ છે યાર તુ નહીં સમજે. તેના ઉપર તે સમયે પ્રદર્શન કરવાનું ઘણું દબાણ હતું. તેથી કબાટમાં જવાના બદલે અંડરવિયર અને મોજા રેફ્રીજરેટરમાં રાખવામાં આવ્યા હતા.

cricket news gautam gambhir Ipl 2019