ધોનીને લઇનને આ પુર્વ ભારતીય ક્રિકેટરે કહી મહત્વની વાત

30 September, 2019 08:45 PM IST  |  Mumbai

ધોનીને લઇનને આ પુર્વ ભારતીય ક્રિકેટરે કહી મહત્વની વાત

મહેન્દ્ર સિંહ ધોની (PC : File Photo)

Mumbai : ટીમ ઇન્ડિયાના પુર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, નિવૃત્તિનો નિર્ણય એક અંગત વસ્તુ છે, પરંતુ તે સાથે હું એ પણ કહીશ કે મને નથી લાગતું કે ધોની આગામી વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ હશે. તમે તમારી ઈચ્છા અનુસાર જયારે મન હોય ત્યારે રમી ન શકો, ભવિષ્ય અંગે વિચારવું જરૂરી છે.


ધોની હવે ટીમમાં ફિટ બેસતો નથી : ગંભીર
ગૌતમ ગંભીરે કહ્યું કે, સુકાની વિરાટ કોહલી અથવા અન્ય કોઈ સીનિયર ખેલાડીએ સામે આવીને કહેવું જોઈએ કે તે હવે ટીમમાં ફિટ બેસતો નથી અને આપણે અન્ય યુવા ખેલાડીઓ સામે જોવાની જરૂર છે. અંતમાં દેશ પ્રાથમિકતા છે, ધોની નહીં. તેણે વધુ ઉમેરતા કહ્યું કે, ધોની આવનાર વર્લ્ડ કપ રમશે કે નહીં તેના કરતા વધુ મહત્ત્વનું એ છે કે ભારત તે વર્લ્ડ કપ કઈ રીતે જીતશે. ઋષભ પંત અને સંજુ સેમસન જેવા યુવા ખેલાડીઓને વધુ તક મળવી જોઈએ.

આ પણ જુઓ : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

ધોની હંમેશા ભારતીય ક્રિકેટ વિશે વિચારે છે: કોહલી
દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 સીરિઝના એક દિવસ પહેલા ભારતના કપ્તાન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફ્રન્સમાં એમએસ ધોનીના વખાણ કરતા કહ્યું હતું કે, તે હંમેશા ભારતીય ક્રિકેટ વિશે વિચારે છે અને તેના અનુભવને કોઈ રિપ્લેસ કરી શકે તેમ નથી. ધોનીને દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 સીરિઝમાં સ્થાન નથી મળ્યું. વર્લ્ડ કપ દરમિયાન ધીમી બેટિંગ કરવા બદલ તેને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. કોહલીએ કહ્યું કે, અનુભવ હંમેશા મહત્ત્વનો રહેશે. ભૂતકાળમાં ઘણા ખેલાડીઓએ સાબિત કર્યું છે કે, ઉંમર ફક્ત એક નંબર છે. તે રીતે ધોનીએ પણ પોતાના કરિયરમાં ઘણું કર્યું છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે હંમેશા ભારતીય ક્રિકેટ વિશે વિચારે છે. નિવૃત્તિ લેવી તે વ્યક્તિગત નિર્ણય છે, બીજા કોઈએ તે અંગે ટિપ્પણી ન કરવી જોઈએ.

cricket news ms dhoni mahendra singh dhoni gautam gambhir team india