મોટેરાના સ્ટેડિયમથી ઇમ્પ્રેસ ગાંગુલી

20 February, 2020 02:53 PM IST  |  Mumbai Desk

મોટેરાના સ્ટેડિયમથી ઇમ્પ્રેસ ગાંગુલી

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્ર્કિેટ સ્ટેડિયમનું ૨૪ ફેબ્રુઆરીએ અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે. મોટેરામાં આવેલું સરદાર પટેલ સ્ટેડિયમ જે રિનોવેટ થઈને તૈયાર છે એને જોવા ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી પણ ખૂબ આતુર છે. સ્ટેડિયમ માટેની પોતાની આતુરતા જણાવતાં ગાંગુલીએ કહ્યું હતું કે ‘આ વિશાળ અને સુંદર સ્ટેડિયમ જોવા ઘણો આતુર છું. અમદાવાદ, પ્લેયર, કૅપ્ટન તરીકે આ ગ્રાઉન્ડ સાથે અનેક યાદો જોડાયેલી છે. આ ગ્રાઉન્ડ હવે ૧,૧૦,૦૦૦ની ક્ષમતા ધરાવતું થઈ ગયું છે. ૨૪ તારીખે એને જોવા ઘણો આતુર છું.’
૧૯૮૨માં આ સ્ટેડિયમ માટે ગુજરાત સરકારે ૫૦ એકર જમીન આપી હતી જે ૧૯૮૩માં બનીને તૈયાર થઈ ગયું હતું. આ ગ્રાઉન્ડમાં અત્યાર સુધી એક ટી૨૦, ૧૨ ટેસ્ટ અને ૨૪ વન-ડે રમાઈ છે.

sports sourav ganguly