ભારત-ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા સહિત ચાર દેશો વચ્ચે 2021માં રમાશે સુપર સીરિઝ

26 December, 2019 03:14 PM IST  |  Mumbai

ભારત-ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા સહિત ચાર દેશો વચ્ચે 2021માં રમાશે સુપર સીરિઝ

સૌરવ ગાંગુલી (File Photo)

સૌરવ ગાંગુલી જ્યારથી ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ બન્યા છે ત્યારથી ક્રિકેટને આગળ લઇ જવા માટે વધુ એક્ટીવ થયા છે. પિન્ક બોલ, ડે-નાઇટ ટેસ્ટ મેચ સહિતના મહત્વના નિર્ણય સૌરવ ગાંગુલીએ લીધા છે. ત્યારે હવે તેણે કહ્યું છે કે 2021થી 4 દેશોની સુપર સીરિઝ રમાશે. સીરિઝની પ્રથમ સિઝન ભારતમાં રમાશે. સીરિઝમાં ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ઉપરાંત એક અન્ય ટીમ પણ રહેશે. આ અગાઉ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) કહ્યું હતું કે, 2023 થી 2031 દરમિયાન ફ્યૂચર ટૂર પ્રોગ્રામ હેઠળ દરવર્ષે એક મોટી ટૂર્નામેન્ટનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યાં છે.

ICC કોઇ દેશને 3થી વધુ ટીમની ટુર્નામેન્ટના આયોજનને પરવાનગી નથી આપતું
ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ તેનો વિરોધ કર્યો હતો. જોકે ICC કોઈ પણ દેશને 3થી વધુ ટીમની ટૂર્નામેન્ટના આયોજન માટે પરવાનગી નથી આપતું. ગાંગુલીએ તાજેતરમાં લંડનમાં ઈંગ્લેન્ડ બોર્ડના અધિકારીઓ સાથે વાત કરી હતી. સુપર સીરિઝ અંગે આઈસીસી એક્ઝિક્યૂટિવની આગામી બેઠકમાં ચર્ચા થશે. જોકે આ મુદ્દે વિવાદ થવાની શક્યતા છે.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

પહેલીવાર 1985માં 4 ટીમનો નેશન્સ કપ યોજાયો હતો
તમને જણાવી દઇએ કે 1985માં પ્રથમવાર શારજાહ ખાતે 4 દેશોનું નેશન્સ કપ યોજાયો હતો. જેમાં ભારત, પાક., ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાની ટીમો ઉતરી હતી. ભારતે ટાઈટલ જીત્યું. 1986માં ચાર દેશોની ચેમ્પિયન્સ ટ્રોફી શારજાહમાં રમાઈ હતી. જેમાં ભારત, પાક., શ્રીલંકા અને વિન્ડીઝ ટીમ ઉતરી હતી. ફાઈનલમાં પાક.એ ભારતને હરાવ્યું હતું.

cricket news sourav ganguly team india international cricket council board of control for cricket in india