વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર માર્લોન સેમ્યુઅલ્સ પર ICCએ લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

22 September, 2021 06:58 PM IST  |  Dubai | Gujarati Mid-day Online Correspondent

ICCને ૧૪ દિવસમાં આપવાનો છે જવાબ

ફાઈલ તસવીર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર માર્લોન સેમ્યુઅલ્સ પર તાજેતરમાં ઈંગ્લેન્ડમાં રમાયેલી ટી10 લીગ દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી કોડના ચાર ગુનાનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે. જેમાં રમતને બદનામ કરતા આતિથ્ય લાભો જાહેર કરવામાં નિષ્ફળતાનો સમાવેશ થાય છે. સેમ્યુઅલ્સને આ ગુનાઓનો જવાબ માટે ૧૪ દિવસનો સમય અપાવામાં આવ્યો છે. જે ૨૧ સપ્ટેમ્બરથી શરુ થઈ ગયો છે.

માર્લોન સેમ્યુઅલ્સને કલમ 2.4.2નો ભંગ કરવા બદલ દોષિ ઠેરવવામાં આવ્યો છે. જેમાં ઍન્ટી કરપ્શન અધિકારીને ભેટ, પૈસા, સુવિધા વગેરે ફાયદાઓની માહિતી ન આપવાનો સમાવેશ થાય છે. જેથી રમતની બદનામી થાય. આ ઉપરાંત, તે કલમ 2.4.3ના ભંગ માટે પણ દોષિત સાબિત થયો છે. જેમાં US $ 750થી વધુ મૂલ્ય ધરાવતી કોઈપણ હોસ્ટિંગ વિશે માહિતી આપવી શામેલ નથી. આ સિવાય તે કલમ 2.4.6 અને 2.4.7ના ઉલ્લંઘન માટે પણ દોષિત સાબિત થયો છે. જેમાં અનુક્રમે, ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીની તપાસમાં અસહકાર અને ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીની તપાસ માટે આવી માહિતી રદ કરવાનો સમાવેશ થાય છે, જે તપાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તમને જણાવી દઈએ કે, ૪૦ વર્ષીય મર્લોન સેમ્યુઅલ્સે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૭૧ ટેસ્ટ, ૨૦૭ વનડે અને ૬૭ ટી20 મેચ રમી ૧૧,૧૩૪ રન બનાવ્યા છે અને ૧૫૨ વિકેટ પણ લીધી છે. તેણે નવેમ્બર ૨૦૨૦માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

sports sports news cricket news west indies marlon samuels international cricket council