આઇપીએલમાં ચેન્નઈ અને દિલ્હી વતી રમનાર ઑલરાઉન્ડર યો મહેશ રિટાયર

22 December, 2020 03:38 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આઇપીએલમાં ચેન્નઈ અને દિલ્હી વતી રમનાર ઑલરાઉન્ડર યો મહેશ રિટાયર

ભારત એનો બેટ્સમેન યો મહેશ કેન્યાના નાયરોબી જીમખાના મેદાન પર ઓગસ્ટ 2007માં ટ્રાઈ સિરીઝ દરમિયાન શ્રીલંકા એ ના ગાયન વીજેકૂન સામે બેટિંગ કરવાની તૈયારી કરી રહ્યો છે (તસવીર: એએફપી)

તામિલનાડુના ઑલરાઉન્ડર અને આઇપીઅેલમાં દિલ્હી અને ચેન્નઈ વતી રમી ચૂકેલા યો મહેશે રવિવારે બધાં ફૉર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. મહેશ છેલ્લે સપ્ટેમ્બર ૨૦૧૮માં તામિલનાડુ વતી વિજય હઝારે ટ્રોફીમાં આસામ સામે રમ્યો હતો. ૨૧ ડિસેમ્બરે ૩૩ વર્ષ પૂરાં કરનાર મહેશે ૨૦૦૬થી ૨૦૧૮ દરમ્યાન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૫૦ મૅચ, લિસ્ટ-એની ૬૧ અને ટી૨૦ની ૪૬ મૅચ રમ્યો હતો. જોકે તેને ક્યારેય ભારતીય ટીમ વતી રમવાનો મોકો નહોતો મળ્યો. જોકે આઇપીએલમાં તેને બે-બે ટીમ વતી રમવા મળ્યું હતું. દિલ્હી અને ચેન્નઈ વતી મહેશ કુલ ૧૮ મૅચ રમ્યો હતો જેમાં તેણે ૨૧ વિકેટ લીધી હતી. દિલ્હી વતી ૨૦૦૮માં પ્રથમ સીઝન રમતાં તેણે કુલ ૧૬ વિકેટ લીધી હતી. બધાં ફૉર્મેટ મળીને તેણે કુલ ૨૫૩ વિકેટ લીધી છે અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૦૦૦ પ્લસ રન બનાવ્યા છે.

sports sports news cricket news