પાકિસ્તાનના પેસરોની પોલ ખોલતાં મોહમ્મહ આસિફ કહે છે...

03 January, 2021 03:38 PM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનના પેસરોની પોલ ખોલતાં મોહમ્મહ આસિફ કહે છે...

મોહમ્મહ આસિફ

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફે પોતાના દેશના ક્રિકેટ પ્લેયરો પર આરોપ લગાવ્યો છે કે ટીમના ફાસ્ટ બોલર્સ પોતાની સાચી ઉંમર છુપાવે છે. તેઓ ખરેખર તો ૨૭-૨૮ વર્ષના છે, પણ બતાવે છે ૧૭-૧૮ વર્ષના છે એવું.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન કામરાન અકમલ સાથે એક યુટ્યુબ-શો દરમ્યાન મોહમ્મહ આસિફે કહ્યું કે ‘મને લાગે છે કે પાંચ-છ વર્ષ થઈ ગયાં હશે એ વાતને કે કોઈ પાકિસ્તાની ફાસ્ટ બોલરે ટેસ્ટ મૅચમાં ૧૦ વિકેટ લીધી હોય. અમે ન્યુ ઝીલૅન્ડની વિકેટ જોઈને લાડ ટપકાવીએ છીએ. તેઓ એટલું પણ નથી જાણતા કે બોલિંગ વખતે તમારે તમારું શરીર વાળવું પડે છે. પાંચ-છ ઓવરનો સ્પેલ નાખ્યા પછી તેઓ ફીલ્ડ પર સીધા ઊભા પણ નથી રહી શકતા.’

વર્તમાન પાકિસ્તાનના ફાસ્ટ બોલરોની વાત કરતાં આસિફે કહ્યું કે ‘વર્તમાન સમયમાં ફાસ્ટ બોલર્સમાં જોઈએ એવો કન્ટ્રોલ નથી. આ યુવા ખેલાડીઓ પાસે જરૂરી જ્ઞાન નથી. એ લોકો નથી જાણતા કે બૅટ્સમૅનને કઈ રીતે ફ્રન્ટફુટ પર રાખવો જોઈએ, બૅટ્સમૅનને વધારે રન કરતા કઈ રીતે અટકાવવો જોઈએ, કઈ વિકેટ પર કેવી બોલિંગ કરવી જોઈએ. જ્યારે તેઓ વિકેટ પર બોલિંગ કરે છે ત્યારે બૉલ લેગ સાઇડ પર જાય છે.’

૨૩ ટેસ્ટ મૅચ રમનાર મોહમ્મદ આસિફે કુલ ૧૦૬ વિકેટ લીધી છે જેમાં તેણે ૭ વાર એક મૅચમાં પાંચ વિકેટ અને એક વાર ૧૦ વિકેટ લીધી હતી. વન-ડેમાં તેણે ૩૮ મૅચમાં કુલ ૪૬ વિકેટ લીધી છે.

sports sports news cricket news pakistan