ભૂતપૂર્વ નંબર-વન પ્લિસકોવાને ૧૧૫મી રૅન્કની હૅડ્ડાડે હરાવી

13 October, 2021 06:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૅડ્ડાડ આ સ્પર્ધામાં આવતાં પહેલાંના ક્વૉલિફાઇંગના અંતિમ રાઉન્ડમાં હારી ગઈ હતી, પણ નાદિયા પૉડોરોસ્કા ઈજાને લીધે નીકળી જતાં હૅડ્ડાડને આ સ્પર્ધામાં રમવાનો મોકો મળી ગયો હતો.

ભૂતપૂર્વ નંબર-વન પ્લિસકોવાને ૧૧૫મી રૅન્કની હૅડ્ડાડે હરાવી

અમેરિકામાં ઇન્ડિયન વેલ્સ ખાતેની બીએનપી પારિબાસ ઓપનમાં મહિલા સિંગલ્સની ટૉપ-સીડેડ અને ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ખેલાડી કૅરોલિના પ્લિસકોવાને ૬-૩, ૭-૫થી હરાવીને બ્રાઝિલની બિટ્રિઝ હૅડ્ડાડ માઇયાએ પહેલી વાર ડબ્લ્યુટીએ-૧૦૦૦ પ્રકારની ઇવેન્ટની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હૅડ્ડાડ આ સ્પર્ધામાં આવતાં પહેલાંના ક્વૉલિફાઇંગના અંતિમ રાઉન્ડમાં હારી ગઈ હતી, પણ નાદિયા પૉડોરોસ્કા ઈજાને લીધે નીકળી જતાં હૅડ્ડાડને આ સ્પર્ધામાં રમવાનો મોકો મળી ગયો હતો.
પુરુષોના વર્ગમાં ટૉપ-સીડેડ ડૅનિલ મેડવેડેવે ફિલિપ ક્રૅજિનોવિચને ૬-૨, ૭-૧થી હરાવીને પ્રી ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. હતો. નંબર-સિક્સ ખેલાડી કૅસ્પર રુડે લૉઇડ હૅરિસને ૭-૪, ૬-૪, ૬-૪થી હરાવ્યો હતો.

sports news sports