ભારતના ભૂતપૂર્વ ઓપનર ચેતન ચૌહાણનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ

13 July, 2020 02:57 PM IST  |  Mumbai Desk | Agencies

ભારતના ભૂતપૂર્વ ઓપનર ચેતન ચૌહાણનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ

ચેતન ચૌહાણ

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર ચેતન ચૌહાણનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. આ વાતની માહિતી શનિવારે રાતે આકાશ ચોપડા અને આર.પી. સિંહે સોશ્યલ મીડિયા પર આપી હતી. ઉત્તર પ્રદેશના કૅબિનેટમાં ચેતન ચૌહાણ સૈનિક વેલ્ફેર, હોમગાર્ડ્સ, પીઆરડી અને સિવિલ સિક્યૉરિટીના મંત્રી તરીકે કારોબાર સંભાળે છે.
ચેતન ચૌહાણના કોરોના-પૉઝિટિવના સમાચાર આપતાં આકાશ ચોપડાએ કહ્યું કે ‘ચેતન ચૌહાણજી પણ કોરોના-પૉઝિટિવ થયા છે. હું તેઓ જલદી સ્વસ્થ થાય એવી આશા રાખું છું અને તેમને બેસ્ટ વિશિસ મોકલું છું. આ રાત ઘણી અઘરી છે. બિગ બી અને ચેતનજી બન્ને કોરોના-પૉઝિટિવ થયાના સમાચાર મળ્યા છે.’
આર.પી. સિંહે પણ ચેતન ચૌહાણ માટે વહેલી તકે રિકવર થવાની આશા વ્યક્ત કરી હતી. ૧૬ વર્ષની ક્રિકેટ-કરીઅરમાં ચેતન ચૌહાણ ૧૭૯ ફર્સ્ટ ક્લાસ મૅચ રમ્યા છે જેમાં તેમણે ૧૧,૧૪૩ રન બનાવ્યા છે. તેઓ દિલ્હી અને મહારાષ્ટ્ર માટે રમતા હતા. ૪૦ ટેસ્ટ મૅચમાં તેમણે ૨૦૮૪ રન, જ્યારે ૭ વન-ડેમાં ૧૫૩ રન બનાવ્યા છે. સુનીલ ગાવસકર સાથે તેમની ઓપનિંગ જોડી ઘણી સફળ રહી હતી.

sports sports news cricket news