TNPL, KPL માં ફિક્સીંગને લઇને સુનીલ ગાવસ્કર બોલ્યો : લાલચની કોઇ દવા નથી

23 September, 2019 07:50 PM IST  |  Mumbai

TNPL, KPL માં ફિક્સીંગને લઇને સુનીલ ગાવસ્કર બોલ્યો : લાલચની કોઇ દવા નથી

સુનિલ ગાવસ્કર

Mumbai : ક્રિકેટની દુનિયામાં ફરી મેચ ફિક્સીંગનું ભુત સામે આવ્યું છે. કર્ણાટક પ્રીમિયર લીગ (KPL) અને તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) માં અનેક મેચો ફિક્સ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ અંગે ટીમ ઇન્ડિયાના પુર્વ સુકાની સુનીલ ગાવસ્કરે કહ્યું કે ફિક્સિંગને જડમાંથી કાઢવું ઘણું અઘરું છે. કારણ કે આ લાલચની કોઇ જ દવા નથી.

લાલચની કોઇ દવા નથી હોતી
: સુનીલ ગાવસ્કર
સુનીલ ગાવસ્કરે ક્રિકેટ વેબસાઇટ ક્રિકબઝને આપેલા ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે, 'લાલચ એવી વસ્તુ છે જેને શિક્ષા, માર્ગદર્શન, સેમીનાર કે ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી ન સુધારી શકે. સર્વશ્રેષ્ઠ સમાજ, સૌથી વધુ વિકસિત સમાજમાં પણ ગુનેગાર હોય છે. ક્રિકેટમાં પણ તમારી પાસે અલગ પ્રકારના લોકો હોય છે જે લાલચમાં આવી જાય છે. તેના અલગ કારણ હોઈ શકે છે જેના કારણે લોકો તે વાતમાં આવી જાય છે. હું સમજી શકું છું કે તમે તેને નિયંત્રિત ન કરી શકો.'

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

ટેકનોલોજીના વધુ ઉપયોગથી આવા લોકો બચી નથી શકતા
: ગાવસ્કર
સુનીલ
ગાવસ્કરે વધુમાં કહ્યું કે, હવે ટેકનોલોજીના માધ્યમથી તે વાતની ખાતરી કરાય છે કે આવા લોકો બચી ન શકે. તેમણે કહ્યું, 'હું તે સ્થિતિને સમજી શકુ છું જ્યાં ખેલાડી વિચારે છે કે, તે આનાથી બચી જશે, પરંતુ તમે ન બચી શકો કારણ કે ટીવી પર દેખાડવામાં આવી રહ્યું છે, દરેક નાની વસ્તુ દેખાઈ રહી છે. તમે કંઇ ખોટુ કરશો તો પકડાઇ જશો.'ભ્રષ્ટાચારના મામલા સામે આવ્યા બાદ પણ ભારતના પૂર્વ કેપ્ટનને લાગે છે કે આ ટૂર્નામેન્ટને લોકોનું સમર્થન મેળવે છે અને તે ભારતીય ક્રિકેટને આગળ લઈ જશે.

cricket news sports news sunil gavaskar