પુર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી BCCIના નવા અધ્યક્ષ, 10 મહિનાનો કાર્યકાળ હશે

14 October, 2019 07:10 PM IST  |  Mumbai

પુર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી BCCIના નવા અધ્યક્ષ, 10 મહિનાનો કાર્યકાળ હશે

સૌરવ ગાંગુલી

Mumbai : કોલકત્તાના પ્રિન્સ અને ટીમ ઇન્ડિયાના પુર્વ સુકાની સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ બની ગયા છે. ઉલ્લેખનીય છે કે રવીવારથી ગાંગુલીની બીસીસીઆઇના અધ્યક્ષ બનવાની સત્તાવાર જાહેરાત થઇ ગઇ હતી. ત્યારે સોમવારે સવારે મુંબઇથી રાજીવ શુક્લાએ આ અંગેની ઓફિશીયલી જાહેરાત કરવામાં આવી હતી. આ અંગેની સત્તાવાર જાહેરાત 23 ઓક્ટોબરના રોજ થશે. બીસીસીઆઇના અધ્યક્ષ બન્યા બાદ તેનો કાર્યકાળ 10 મહિના સુધી એટલે કે સપ્ટેમ્બર 2020 સુધી જ રહેશે. ગાંગુલી છેલ્લા 5 વર્ષ 2 મહિનાથી બંગાળ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ છે. નવા નિયમો અનુસાર કોઈ પણ સદસ્ય 6 વર્ષથી વધુ સમય આ પદ પર રહી શકશે નહીં. તેથી તેમનો કાર્યકાળ સપ્ટેમ્બર 2020માં સમાપ્ત થઇ જશે.


હું જ્યારે ટીમનો સુકાની બન્યો ત્યારે પણ ટીમની હાલત ખરાબ હતી : ગાંગુલી
સૌરવ ગાંગુલીએ કહ્યું કે, હું જ્યારે ટીમ ઇન્ડિયાનો સુકાની બન્યો ત્યારે પણ ટીમની આવી જ હાલત હતી. ત્યારે પણ મેં સ્થિતિ સંભાળી હતી. તેમણે કહ્યું કે, મારો બંગાળ માટેનો અનુભવ ઘણો વધારે રહ્યો છે. આ પદ માટેની પસંદગી બહુ મોટી વાત છે. જય શાહનો અનુભવ પણ બહુ વધારે છે.


સૌરવ ગાંગુલી 2015થી બંગાળ ક્રિકેટના અધ્યક્ષ છે
સૌરવ ગાંગુલી 2015થી ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાળના અધ્યક્ષ છે. ગાંગુલી અધ્યક્ષ પદ માટે સર્વસંમતિથી પસંદ થઈ શકે છે. તેમના નામ પર સહમતિ અગાઉ અનેક સભ્યોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ નિર્ણયને લઈ બોર્ડના સભ્યો બે જૂથમાં વહેચાઈ ગયા હતા. તેમાં એક અનુરાગ ઠાકુર અને બીજા એન શ્રીનિવાસનનું જૂથ હતું. શ્રીનિવાસન જૂથ બ્રિજેશ પટેલને અધ્યક્ષ બનાવવા ઈચ્છતા હતા, પરંતુ અંતે અનુરાગના જૂથના ઉમેદવારના નામ પર જ સહમતિ થઈ ગઈ હતી. ગાંગુલીએ જણાવ્યું હતું કે કોઈપણ વિરોધ વગર પસંદગી પામવી તે એક મોટી જવાબદારી હોય છે. તમે કોઈ પણ વિરોધ વગર પસંદગી પામો કે ન પામો, જવાબદારી હંમેશા મોટી જ હોય છે. આર્થિક રીતે ભારત ક્રિકેટ ક્ષેત્રમાં પાવરહાઉસ છે. માટે અમારી સામે અનેક પડકારો રહેશે.

આ પણ જુઓ : હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

મારા માટે કંઈક સારું કરવાની તક છે : ગાંગુલી
સૌરવ ગાંગુલીએ કહ્યું કે, આ મારા માટે કંઈક સારું કરવાની તક છે. . હું એવા સમયે આ પદ પર બેસવા જઈ રહ્યો છું કે જ્યારે બોર્ડની છબી સતત ખરાબ થઈ રહી છે. તેમણે વધુ ઉમેરતા કહ્યું કે, નાના કાર્યકાળમાં મારી પહેલી પ્રાથમિકતા પ્રથમ શ્રેણી ક્રિકેટરોની કાળજી રાખવાની રહેશે. ભારતીય ક્રિકેટમાં પણ હિતધારકોને મળવાની યોજના છે. હું કંઈક એવું કરવા માગુ છું કે જે સીઓએ 33 મહિના સુધી નથી કર્યું. ગાંગુલીએ 113 ટેસ્ટમાં 7212 અને 311 વન-ડે માં 11363 રન કર્યા છે. તેઓ વર્ષ 2000 થી 2005 સુધી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહ્યા હતા.

cricket news board of control for cricket in india sourav ganguly