ફૉર્બ્સના ટૉપ 100 હાઇએસ્ટ પેઇડ ઍથ્લિટ્સની યાદીમાં ભારતીય પ્લેયર કોહલી

31 May, 2020 04:03 PM IST  |  New Delhi | Agencies

ફૉર્બ્સના ટૉપ 100 હાઇએસ્ટ પેઇડ ઍથ્લિટ્સની યાદીમાં ભારતીય પ્લેયર કોહલી

વિરાટ કોહલી

‘ફૉર્બ્સ’ મૅગેઝિને તાજેતરમાં જાહેર કરેલા ટૉપ 100 હાઇએસ્ટ પેઇડ ઍથ્લિટ્સની યાદીમાં એકમાત્ર ભારતીય પ્લેયર તરીકે વિરાટ કોહલીને સ્થાન મળ્યું છે. ૨૬ મિલ્યન ડૉલર (૧,૯૬,૩૬,૦૩,૨૦૦ રૂપિયા) (૨૪ મિલ્યન ડૉલર ઍન્ડોર્સમેન્ટમાંથી અને બાકીના અવૉર્ડમાંથી) મેળવીને કોહલી ૬૬મા ક્રમાંકે પહોંચ્યો છે. ફૉર્બ્સના લિસ્ટમાં પ્રથમ ક્રમાંકે ટેનિસ પ્લેયર રૉજર ફેડરરનું નામ નોંધાયેલું છે જેની આવક છેલ્લા ૧૨ મહિનામાં અંદાજે ૧૦૬.૩ મિલ્યન ડૉલર (૮,૦૨,૮૧,૧૬,૧૬૦ રૂપિયા) થઈ છે. ફેડરરે ક્રિસ્ટિઆનો રોનાલ્ડોને ખસેડીને આ પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. રોનાલ્ડો ૧૦૫ મિલ્યન ડૉલર (૭,૯૨,૯૯,૩૬,૦૦૦ રૂપિયા) સાથે બીજા ક્રમે જ્યારે લિઓનેલ મેસી ૧૦૪ મિલ્યન ડૉલર (૭,૮૫,૪૪,૧૨,૮૦૦ રૂપિયા) સાથે ત્રીજા ક્રમે છે. ૯૫.૫ મિલ્યન ડૉલર (૭,૨૧,૨૪,૬૫,૬૦૦ રૂપિયા) સાથે નેમાર ચોથા ક્રમે છે. જપાનની મહિલા ટેનિસ સ્ટાર નાઓમી ઓસાકા મહિલાઓની શ્રેણીમાં ૩૭.૪ મિલ્યન ડૉલર સાથે સૌથી આગળ છે. ઓવરઑલ તેનો આ યાદીમાં ૨૯મો ક્રમાંક છે, જ્યારે સેરેના વિલિયમ્સ ૩૬ મિલ્યન ડૉલર સાથે ૩૩મા ક્રમાંકે છે. એક જૂન ૨૦૧૯થી ૧ જૂન ૨૦૨૦ સુધી પ્લેયરોને મળેલી પ્રાઇઝ-મની, સૅલેરી, કૉન્ટ્રૅક્ટ બોનસ, ઍન્ડોર્સમેન્ટ, રૉયલ્ટી અને અપીઅરન્સ ફીના આધારે આ યાદી બનાવવામાં આવી છે.

virat kohli forbes cricket news sports news