ડે-નાઇટ ટેસ્ટ માટે વિરાટ સેના ઇન્દોરમાં રાતે ટ્રેઇનિંગ લેશે

13 November, 2019 12:30 PM IST  |  Mumbai

ડે-નાઇટ ટેસ્ટ માટે વિરાટ સેના ઇન્દોરમાં રાતે ટ્રેઇનિંગ લેશે

વિરાટ કોહલી

(આઇ.એ.એન.એસ.) બાંગ્લાદેશ સામે 2-1 થી ટી20 સિરીઝમાં માત આપ્યા બાદ હવે ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝમાં મુકાબલો કરશે જેમાં છેલ્લી મૅચ ડે-નાઇટ રહેશે. કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં રમાનારી આ મૅચ પહેલાં ભારતીય ટીમ ઇન્દોરમાં પિન્ક બૉલ સાથે પ્રૅક્ટિસ કરશે. આ સંદર્ભે વાત કરતાં મધ્ય પ્રદેશ ક્રિકેટ અસોસિએશન (એમસીપીએ)ના સેક્રેટરી મિલિંદ કનમાડીકરે કહ્યું હતું કે ‘અમને ટીમ ઇન્ડિયા પાસેથી અરજી મળી છે કે તેમને ડે-નાઇટ ટેસ્ટ પહેલાં પિન્ક બૉલ સાથે એ જ પ્રમાણેની લાઇટ્સમાં રમવાની પ્રૅક્ટિસ કરવી છે. આ અરજીને ધ્યાનમાં રાખીને અમે તેમને સુવિધા આપીશું. આ એક સારી ચૅલેન્જ છે. મને ખબર કે આનું પરિણામ શું આવશે, પણ એની પાછળ રહેલાં કારણો સારાં છે. ખાસ કરીને ક્રિકેટપ્રેમીઓ માટેનો મુદ્દો ઘણો રસપ્રદ છે. મારા મતે આ વિચાર અપનાવવામાં કોઈ વાંધો નહીં આવે.’

આ પણ જુઓ : જુઓ અત્યારે કેવા લાગે છે ભારતને ટી-20 વર્લ્ડ જીતાડનાર ખેલાડીઓ

થોડા દિવસ અગાઉ ચેતેશ્વર પુજારાએ પણ પિન્ક બૉલ સાથે રમવાના પોતાના અનુભવ વિશે વાત કરી હતી છતાં કોચ રવિ શાસ્ત્રી અને કૅપ્ટન વિરાટ કોહલી ઈડન ગાર્ડન્સની ટેસ્ટ મૅચ પહેલાં ટીમ ઇન્ડિયાને સંપૂર્ણપણે તૈયાર કરવા માગે છે.

cricket news virat kohli board of control for cricket in india