લાઈવ મેચ દરમિયાન મહિલા કમેન્ટેટર કર્યું કાંઈક એવુ, વીડિયો થયો વાયરલ

19 July, 2019 07:29 PM IST  |  મુંબઈ

લાઈવ મેચ દરમિયાન મહિલા કમેન્ટેટર કર્યું કાંઈક એવુ, વીડિયો થયો વાયરલ

લાઈવ મેચ દરમિયાન મહિલા કમેન્ટેટર કર્યું કાંઈક એવુ...જોતા રહી ગયા લોકો...

ક્રિકેટના મેદાન પર અનેક વાર એવી ઘટનાઓ થાય છે જે દર્શકોની નજરમાં નહીં આવતી પણ હવે એવું નથી થતું. હવે ટેક્નિક ઘણી એડવાંસ થઈ ચુકી છે અને કેમેરા હવે એ દરેક જગ્યાએ પહોંચી જાય છે. જેની કલ્પના કદાચ જ કોઈએ કરી હશે. હવે ક્રિકેટના મેદાન પર કે બહાર જે પણ ઘટનાઓ થાય છે કેમેરો જલ્દી જ તેને પોતાનામાં કેદ કરી લે છે. કેટલીક ઘટનાઓ એટલી મજેદાર હોય છે કે દર્શકો હસવું નથી રોકી શકતા. કાંઈક આવું જ થયું ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેના મહિલા એશિઝ દરમિયાન જ્યારે કમેન્ટ્રી સમયે એક મહિલા કમેંટેટર ડિયો લગાવતી નજર આવી.

આ કમેંટેટર કોઈ બીજું નહીં પણ ઈંગ્લેન્ડની પૂર્વ મહિલા ક્રિકેટર ઈશા ગુહા હતી. તેને લાગ્યું કે તે ટીવી પર નથી અને ડિયો લગાવવા લાગી, પરંતુ જેવો તેને ખ્યાલ આવ્યો કે તે ટીવી પર આવી રહી છે તો તે ચોંકી ગઈ. તરત તેણે ડિયો છુપાવ્યો અને કેમેરાની પહોંચથી દૂર થઈ ગઈ. જો કે કોઈએ આ સીનને રેકોર્ડ કરી લીધી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી.


આ વીડિયોને ઈશા ગુહાએ રિટ્વીટ કરી દીધું અને લખ્યું કે કામ કરતા સમયે રંગે હાથ પકડી ગઈ. તેના ટ્વીટ પર અનેક જાણીતી હસ્તીઓએ પોતાની પ્રતિક્રિયા આપી.  તેમાં પૂર્વ ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર લિસા સ્થાલેકર, ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર જેમ્સ ટેલર, એંકર ગૌરવ કપૂર, પત્રકાર રોશન આલમ સહિતના લોકો સામેલ છે. તમામ લોકો આ વીડિયો જોઈને હસી પડ્યા.

ત્યાં જ મહિલા એશિઝ સીરીઝનું પ્રસારણ કરી રહેલા સ્કાઈટ સ્પોર્ટ્સે ઈશાનો આ વીડિયો પોસ્ટ કરતા કહ્યું કે તે જરૂર તેને ભૂલી જવા ઈચ્છશે.

આ પણ જુઓઃ જાણો હાલ શું કરી રહ્યા છે 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા'ના કલાકારો

ઈશા ભારતીય મૂળની ઇંગ્લિશ ક્રિકેટર રહી ચુકી છે. તેમના માતા પિતા 1970માં કોલકાતાથી બ્રિટેન ચાલ્યા ગયા હતા. ઈશાનો જન્મ પણ ત્યાં જ થયો અને ક્રિકેટર બની ગઈ. તેમણે ઈંગ્લેન્ડ માટે 8 મેચ રમ્યા. તે 2009માં ઈંગ્લેન્ડની વિશ્વ વિજેતા ટીમની સભ્ય હતી. 2012માં તેણે ક્રિકેટને અલવિદા કહી દીધું. હાલ તે એન્કરિંગ અને કમેન્ટ્રી કરે છે.

cricket news