જાણો, U19 એશિયા કપમાં કઇ કઇ ટીમો સેમી ફાઇનલમાં પહોંચી

11 September, 2019 07:45 PM IST  |  Mumbai

જાણો, U19 એશિયા કપમાં કઇ કઇ ટીમો સેમી ફાઇનલમાં પહોંચી

ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમ

Mumbai : અંડર 19 એશિયા કપ 2019 ક્રિકેટ ટુર્નામેન્ટ પોતાના અંતિમ ચરણ સુધી પહોંચી ગઇ છે. શ્રીલંકામાં રમાઈ રહેલ આ ટુર્નામેન્ટમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા પાકિસ્તાનને હરાવી સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ટુર્નામેન્ટમાં હવે ચાર સેમી ફાઇલીસ્ટ ટીમ તૈયાર થઇ ગઇ છે. જેમાં યમજાન શ્રીલંકા, ભારત, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને અંતિમ ચારમાં જગ્યા બનાવી છે. પાકિસ્તાનની ટીમ છેલ્લા મેચમાં વિજય મેળવ્યા છતાં ટૂર્નામેન્ટથી બહાર થઈ ગઈ છે.

ભારતે 163 રનના જંગી જુમલાથી પાકિસ્તાનને હરાવ્યું
મંગળવારે રમાયેલા ગ્રુપ મુકાબલા બાદ અંડર 19 એશિયા કપની અંતિમ ચાર ટીમોનો નિર્ણય થઈ ગયો છે. પાકિસ્તાનની ટીમે અંતિમ મુકાબલામાં કુવૈતને 163 રનથી પરાજય આપ્યો હતો. ભારતે ત્રણેય ગ્રુપ મુકાબલામાં જીત હાસિલ કરીને સેમિમાં પ્રવેશ કર્યો છે. ભારતે પ્રથમ મેચમાં કુવૈતને સાત વિકેટથી હરાવ્યું હતું જ્યારે બીજી મેચમાં પાકિસ્તાનને 60 રને પરાજય આપ્યો હતો. અંતિમ લીગ મેચમાં ભારતે અફઘાનિસ્તાન સામે 9 વિકેટથી જીત મેળવી હતી.

પહેલી સેમી ફાઇનલ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે
ભારતીય ટીમે યજમાન શ્રીલંકા સામે પહેલી સેમી ફાઇનલ રમવાની છે. શ્રીલંકાએ 3માથી બે ગ્રુપ મેચ જીતીને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી છે. યજમાન ટીમ ગ્રુપ બીના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી હતી.

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

બીજી સેમી ફાઇનલ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે
ટૂર્નામેન્ટનો બીજી સેમી ફાઇનલ મુકાબલો અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. બાંગ્લાદેશની ટીમ ગ્રુપ બીમાં ટોપ પર રહી હતી જ્યારે અફઘાનિસ્તાન ગ્રુપ એમાં બીજા સ્થાને રહ્યું હતું.


ભારત સાતમી વખત પહોંચ્યું સેમી ફાઇનલમાં પહોંચ્યું
છ વખતની અન્ડર-19 એશિયા ચેમ્પિયન ભારતે સાતમી વખત સેમી ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારત આ પહેલા રમાયેલી આઠમાંથી છ ટૂર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચ્યું હતું.

cricket news sports news team india board of control for cricket in india