સ્મિથ અને કોહલી વિશ્વમાં ગમે ત્યાં ડોમિનેટ કરી શકે છે: ફિન્ચ

11 June, 2020 05:05 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

સ્મિથ અને કોહલી વિશ્વમાં ગમે ત્યાં ડોમિનેટ કરી શકે છે: ફિન્ચ

ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કૅપ્ટન ઍરોન ફિન્ચને લાગે છે કે વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ વિશ્વમાં કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ ગેમને ડોમિનેટ કરી શકે છે. આ વિશે વધુ જણાવતાં ફિન્ચનું કહેવું છે કે ‘મારા ખ્યાલથી ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ અને સ્મિથના રેકૉર્ડ અદ્ભુત છે. જેમ્સ ઍન્ડરસન સામે કેટલાંક વર્ષો પહેલાં વિરાટે જે સિરીઝ રમી હતી એ તેના માટે ઘણી અઘરી રહી હતી, પણ ૨૦૧૮માં તેણે બાજી પલટી નાખી હતી. બીજી બાજુ કહું તો સ્મિથ ક્યાંય પણ સ્ટ્રગલ નથી કરતો. તે એક સારો ટેસ્ટ પ્લેયર છે. આ બન્ને પ્લેયરની સારી વાત એ છે કે તેઓ ભલે અલગ-અલગ હોય, પણ તેઓ વિશ્વમાં ગમે ત્યાં ગેમને ડોમિનેટ કરી શકે છે. બીજી મહત્ત્વની વાત એ છે કે પોતાના દેશમાં તેઓ ઘણી સારી રીતે રમત રમતા હોય છે, પણ આખા વિશ્વમાં પણ તેઓ સારી રીતે રમીને દેખાડે છે. આ ક્રિકેટ છે, તેઓ જ્યારે રમે ત્યારે ઓછા સ્કોરમાં પણ આઉટ થઈ શકે છે અથવા વિશાળ સ્કોર પણ બનાવી શકે છે.’

sports sports news cricket news virat kohli steve smith