વિનયકુમારે ૯૭૨ વિકેટ બાદ કરી ક્રિકેટને અલવિદા

27 February, 2021 02:00 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વિનયકુમારે ૯૭૨ વિકેટ બાદ કરી ક્રિકેટને અલવિદા

વિનય કુમાર

ભારતના ફાસ્ટ બોલર વિનય કુમારે ગઈ કાલે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી પોતાની ૧૭ વર્ષ લાંબી ક્રિકેટ કરીઅરનો અંત આણ્યો હતો. ભારત વતી ટેસ્ટ, વન-ડે અને ટી૨૦ એમ ત્રણેય ફૉર્મેટમાં રમનાર વિનયકુમારે કુલ ૯૭૨ વિકેટ લીધી હતી, જેમાંથી ૫૦૪ વિકેટ તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં લીધી હતી. પોતાનું રિટાયરમેન્ટ જાહેર કરતાં વિનયે એક લાંબો ભાવુક પત્ર લખ્યો હતો અને ભારતીય ક્રિકેટ બોર્ડ તેમ જ પોતાના ચાહકોનો આભાર માન્યો હતો. ટીમ ઇન્ડિયા માટે રમવાની ક્ષણને તેણે પોતાના જીવનની સર્વશ્રેષ્ઠ ક્ષણ તથા સચિન તેન્ડુલકર, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી જેવા લેજન્ડ ખેલાડીઓ સાથે રમવાની તકને પોતાનું ગર્વ ગણાવ્યું હતું. ૨૦૧૦માં ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર વિનય ૨૦૧૩માં છેલ્લી મૅચ રમ્યો હતો. ભારત માટે તે ૩૧ વન-ડેમાં ૩૮, નવ ટી૨૦ ઇન્ટરનૅશનલમાં ૧૦ અને એકમાત્ર ટેસ્ટમાં એક વિકેટ લઈ શક્યો હતો.

sports sports news cricket news