ધીમે-ધીમે આંગળી ઊંચી કરનાર અમ્પાયર રુડી કર્ટ‍્ઝનનું નિધન

10 August, 2022 05:06 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અપીલ કરવામાં આવ્યા બાદ ધીમે-ધીમે આંગળી ઊંચી કરવા બદલ તેઓ જાણીતા હતા

રુડી કર્ટ‍્ઝન

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ અમ્પાયર રુડી કર્ટ‍્ઝનનું ગઈ કાલે એક ઍક્સિડન્ટમાં નિધન થયું હતું. તેઓ ૭૩ વર્ષના હતા. રિવર્સડેલ નામના શહેરમાં થયેલા કાર-ઍક્સિડન્ટમાં તેમના સહિત કુલ ચાર જણ મૃત્યુ પામ્યા હતા. 

અપીલ કરવામાં આવ્યા બાદ ધીમે-ધીમે આંગળી ઊંચી કરવા બદલ તેઓ જાણીતા હતા. ૧૯૯૦થી ૨૦૧૦ દરમ્યાન તેમણે ૪૦૦ આંતરરાષ્ટ્રીય મૅચમાં અમ્પાયર તરીકે કામગીરી બજાવી હતી. કેપ ટાઉનમાં એક ગોલ્ડ મૅચ જોયા બાદ તેઓ ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. અમ્પાયરની કારકિર્દી દરમ્યાન એક નિયમના ખોટા અર્થઘટન બદલ તેઓ વિવાદમાં સપડાયા હતા, જેમાં ૨૦૦૭ના વન-ડે વર્લ્ડ કપની શ્રીલંકા-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલમાં પ્રકાશ બહુ ઓછો થવા છતાં તેમણે મૅચ ચાલુ રખાવી હતી.

sports news sports cricket news