સમય આવી ગયો કે હું યુવા પ્લેયર્સને લીડર બનવા મદદ કરું: ફૅફ ડુ પ્લેસિસ

05 May, 2020 02:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમય આવી ગયો કે હું યુવા પ્લેયર્સને લીડર બનવા મદદ કરું: ફૅફ ડુ પ્લેસિસ

સાઉથ આફ્રિકાના ટીમ પ્લેયર ફૅફ ડુ પ્લેસિસનું કહેવું છે કે હું એક નૅચરલ લીડર છું. તે સાઉથ આફ્રિકાની ટીમનું નેતૃત્વ કરે છે, પરંતુ તે હવે કૅપ્ટન ન પણ રહે એવા ચાન્સ છે. આ વિશે વાત કરતાં ફૅફ ડુ પ્લેસિસે કહ્યું હતું કે ‘મને કૅપ્ટન્સી પસંદ છે અને એ હું જે છું એનો જ એક પાર્ટ છે. હું ૧૩ વર્ષનો હતો ત્યારથી કૅપ્ટન છું. હું પોતાને હજી પણ એક પ્લેયર કરતાં પહેલાં લીડર તરીકે જોઉં છું અને એથી જ હું અન્ય કોઈ પણ વ્યક્તિ કરતાં એને વધુ એન્જૉય કરું છું. હું હંમેશાં કૅપ્ટન્સીને મિસ કરીશ, પરંતુ મારું માનવું છે કે મારા માટે એ સમય આવી ગયો છે જ્યાં હું હવે અન્ય યુવા પ્લેયર્સને લીડર્સ બનવા માટે મદદ કરું. મને લાગે છે કે અમારી સિસ્ટમમાં એની ઊણપ છે અને હું એને પૂરી કરીશ.’

sports sports news south africa faf du plessis cricket news