ટેસ્ટ કરીઅરની પ્રથમ ડબલ સેન્ચુરી એક રનથી ચૂકી ગયો ફૅફ ડુ પ્લેસિસ

29 December, 2020 03:17 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટેસ્ટ કરીઅરની પ્રથમ ડબલ સેન્ચુરી એક રનથી ચૂકી ગયો ફૅફ ડુ પ્લેસિસ

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મૅચમાં ગઈ કાલે ત્રીજા દિવસે યજમાન સાઉથ આફ્રિકા મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. શ્રીલંકાના ૩૯૬ રનમાં જવાબમાં સાઉથ આફ્રિકાએ પહેલી ઇનિંગ્સમાં ૬૨૧ રનના તોતિંગ સ્કોર સાથે ૨૨૫ રનની મસમોટી લીડ લીધી હતી. બીજી ઇનિંગ્સમાં શ્રીલંકાએ ૫૦ રનમાં બે વિકેટ ગુમાવી હતી.

૪ વિકેટે ૩૧૭ રનથી આગળ રમતાં સાઉથ આફ્રિકાએ ભૂતપૂર્વ કૅપ્ટન ફેફ ડુ પ્લેસિસ (૨૭૬ બૉલમાં ૨૪ ફોર સાથે ૧૯૯)ની સેન્ચુરી અને તેમ્બા બવુમા (૧૨૫ બૉલમાં સાત ફોર સાથે ૭૧) તેમ જ કેશવ મહારાજ (૧૦૬ બૉલમાં બે સિક્સર અને છ ફોર સાથે ૭૩ રન)ની હાફ સેન્ચુરી મદથી ૬૨૧ રન ખડકી દીધા હતા. ૧૦મી ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર પ્લેસિસ કરીઅરની ડબલ સેન્ચુરી માત્ર એક રનથી ચૂકી ગયો હતો અને ૧૯૯ રને આઉટ થયો હતો.

sports sports news cricket news sri lanka new zealand faf du plessis