ઇંગ્લૅન્ડનો અત્યાર સુધીનો બેસ્ટ પ્લેયર છે બેન સ્ટોક્સ : ડોમિનિક કોર્ક

20 July, 2020 06:09 PM IST  |  Mumbai Desk | Agencies

ઇંગ્લૅન્ડનો અત્યાર સુધીનો બેસ્ટ પ્લેયર છે બેન સ્ટોક્સ : ડોમિનિક કોર્ક

બૅન સ્ટોક્સ

વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મૅચમાં ૧૭૬ રનની ઇનિંગ રમીને મહેમાન ટીમને હેરાન કરી મૂકનાર બેન સ્ટોક્સને ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડોમિનિક કોર્કે ઇંગ્લૅન્ડનો અત્યાર સુધીનો બેસ્ટ પ્લેયર ગણાવ્યો છે. બેન સ્ટોક્સનાં વખાણ કરતાં ડોમિનિકે કહ્યું કે ‘ત્રણ વર્ષ પહેલાં તે લગભગ ખતમ થઈ ગયો હતો, પણ કદાચ એ જ સમયે તેને પોતાની ક્ષમતા અને પોતાની ટૅલન્ટની જાણ થઈ હશે. મને ખરેખર લાગે છે કે પોતાના કામ પ્રત્યેની ધગશને કારણે તે આજે બેસ્ટ પ્લેયર બન્યો છે. તેને બૅટિંગ કરવી છે, બોલિંગ કરવી છે, ટૂંકમાં તેને માત્ર પોતાની ગેમ સુધારવી છે. હું જાણું છું કે પોતાની બોલિંગ માટે પણ તે ઘણી મહેનત કરે છે. હું માત્ર એટલું જ જોઈ રહ્યો છું કે તે વિશ્વમાં સૌથી બેસ્ટ પ્લેયર બનવા માટે મહેનત કરી રહ્યો છે.  તેનામાં ઘણો બદલાવ આવ્યો છે. તે એક નીડર સ્વભાવનો પ્લેયર છે છતાં એક ઑલરાઉન્ડર તરીકે તેની જવાબદારી ઘણી વધારે છે. ફિટનેસની જ્યારે વાત આવે ત્યારે તે મશીનની જેમ પ્રૅક્ટિસ કરે છે. ખરું જોતાં કહી શકાય કે તે પોતાની ભૂલમાંથી જ શીખ મેળવે છે.’

sports sports news cricket news