પહેલી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝને ઓછી આંકી હતી ઇંગ્લૅન્ડે : નાસીર હુસેન

14 July, 2020 03:02 PM IST  |  Southampton | Agencies

પહેલી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝને ઓછી આંકી હતી ઇંગ્લૅન્ડે : નાસીર હુસેન

નાસીર હુસેન

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસીર હુસેનનું કહેવું છે કે તેમની ટીમે પહેલી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝને ઓછી આંકી હતી. ૮ જુલાઈથી શરૂ થયેલી પહેલી ટેસ્ટ મૅચમાં ઇંગ્લૅન્ડ હારી ગયું હતું. નાસીર હુસેને પહેલાં પણ કહ્યું હતું કે ટેસ્ટમાં સ્ટુઅર્ટ બ્રૉડને ન રમાડીને ઇંગ્લૅન્ડે ભૂલ કરી છે. જોકે પહેલી ટેસ્ટ હારતાં તેને બીજી ટેસ્ટમાં રમાડવામાં આવશે. આ વિશે નાસીર હુસેને કહ્યું કે ‘વેસ્ટ ઇન્ડીઝના સુપર પર્ફોર્મન્સને લઈને તેમને હૅટ્સ-ઑફ છે. જોકે હું ઇંગ્લૅન્ડની ટીમને એક સવાલ પૂછું છું કે જો આ ઍશિઝ હોત તો શું તેઓ સ્ટુઅર્ટ બ્રૉડને પહેલી મૅચમાં પડતો મૂકત? મારું માનવું છે કે જો તેમણે એક ભલૂ કરી તો તેઓ હવે વેસ્ટ ઇન્ડીઝ સામે સતત ભૂલ કરતા રહેશે. વિઝડન ટ્રોફી હાલમાં જેસન હોલ્ડરની ટીમ પાસે છે એમ છતાં ઇંગ્લૅન્ડે વેસ્ટ ઇન્ડીઝને પહેલી ટેસ્ટમાં ઓછી આંકી હતી. જો બ્રૉડ રમ્યો હોત તો સ્ટોક્સ બુધવારે વહેલી સવારે બોલિંગ માટે આવી ગયો હોત અને તેણે વેસ્ટ ઇન્ડીઝને જલદી આઉટ કરી દીધું હોત.’

સ્ટુઅર્ટ બ્રૉડને પડતો મૂકવાનો મને કોઈ પસ્તાવો નથી અને અમે નસીબદાર છીએ કે તેના જેવા પ્લેયરને પડતો મૂકી શકવા માટે અમારી પાસે એવા પ્લેયર પણ છે. તેણે ઇન્ટરવ્યુમાં જે પૅશન દેખાડ્યું છે એ જો તેણે ન દેખાડ્યું હોત તો મને દુઃખ થયું હોત. જો તેને બીજી ટેસ્ટમાં રમાડવામાં આવ્યો તો આશા રાખું છું કે તે વિકેટ મેળવશે.
- બેન સ્ટોક્સ

england west indies cricket news sports news