ડૅનિયલ વેટને કારણે જીત્યું ઇંગ્લૅન્ડ

16 July, 2021 03:47 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

ટી૨૦ સિરીઝમાં અંગ્રેજ ટીમે ભારતને હરાવ્યું, વન-ડે સિરીઝ ૨-૧થી જીતી, ટેસ્ટ ડ્રો રહી હતી.

ટ્રોફી સાથે ઇંગ્લૅન્ડની મહિલા ટીમ

સાત વર્ષ પહેલાં વિરાટ કોહલીને પ્રપોઝ કરવાને કારણે ચર્ચામાં આવેલી ઓપનર ડૅનિયલ વેટે ૫૬ બૉલમાં ફટકારેલા નૉટઆઉટ ૮૯ રનને કરારણે ઇંગ્લૅન્ડ ત્રીજી અને છેલ્લી ટી૨૦માં ભારતને ૮ વિકેટે હરાવી સિરીઝ ૨-૧થી જીત્યું હતું. ઇંગ્લૅન્ડ વન-ડે સિરીઝ પણ ૨-૧થી જીત્યું હતું. તો ટેસ્ટ ડ્રૉ રહી હતી. ૩૦ વર્ષની ડૅનિયલે ૫૬ બૉલમાં ૧૨ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી અને ભારતે ૬ વિકેટે કરેલા ૧૫૩ રનના લક્ષ્યાંકને સહેલાઈથી આંબ્યો હતો. 
ભારત તરફથી ઓપનર સ્મૃતિ મંધાનાએ ૫૧ બૉલમાં ૭૦ રન કર્યા હતા તો કૅપ્ટન હરમનપ્રીત કૌરે ૨૬ બૉલમાં ૩૬ રન અને રિચા ઘોષે ૧૩ બૉલમાં ૨૦ રન કર્યા હતા. ભારતે ટૅમી બ્યુમાઉન્ટ (૧૧)ની વિકેટ વહેલી ઝડપી હતી, પરંતુ ત્યાર બાદ ડૅનિયલ અને નતાલી સિવરે ૧૨.૫ ઓવરમાં બીજી વિકેટ માટે ૧૧૨ રનની પાર્ટનરશિપ કરી હતી. 

 

sports news cricket news england