નેટમાં આર્ચર ખૂબ સિરિયસલી બોલિંગ કરતો હતો : ઓલી પોપ

24 July, 2020 11:35 AM IST  |  Manchester | Agencies

નેટમાં આર્ચર ખૂબ સિરિયસલી બોલિંગ કરતો હતો : ઓલી પોપ

જોફ્રા આર્ચર

ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન ઓલી પોપનું કહેવું છે કે છેલ્લી ટેસ્ટ પહેલાં જોફ્રા આર્ચરે નેટમાં ખૂબ સિરિયસ બોલિંગ કરી હતી. બીજી ટેસ્ટમાંથી જોફ્રાને બહાર કરવામાં આવ્યો હતો. જોકે હવે તેના બે કોરોના-રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાને કારણે તે ટીમમાં પાછો આવ્યો છે. ઇંગ્લૅન્ડના કોચ ક્રિસ સિલ્વરવુડને પણ ભરોસો છે કે જોફ્રા આ મૅચમાં મહત્વનો ભાગ ભજવી શકે છે. જોકે તેના સાથીપ્લેયર ઓલી પોપ જોફ્રાના કમબૅકથી ઘણો ખુશ છે. પોપનું કહેવું છે કે ‘છેલ્લી ટેસ્ટ પહેલાં જોફ્રા આર્ચરે નેટમાં સિરિયસલી બોલિંગ કરી હતી. તેણે પોતાની પેસ અને ઍક્યુરસી જાળવી રાખી છે. ટીમમાં તેના કમબૅકથી હું ઘણો ખુશ છું. જોફ્રા જેવા પ્લેયર માટે બધા નિયમોનું પાલન કરીને ટીમમાં પાછું આવવું કેટલું અઘરું છે એ હું સમજી શકું છું.’

england west indies cricket news sports news