ઇંગ્લેન્ડ અને આયરલેન્ડ વચ્ચે આજે ઐતિહાસિક ટેસ્ટ મેચ

30 April, 2020 12:50 PM IST  |  London

ઇંગ્લેન્ડ અને આયરલેન્ડ વચ્ચે આજે ઐતિહાસિક ટેસ્ટ મેચ

ICC ના સંપુર્ણ સભ્ય બન્યા બાદ આયરલેન્ડની ક્રિકેટ ટીમ આજે ઇંગ્લેન્ડ સામે ઐતિહાસીક ટેસ્ટ મેચ રમશે. આ આતિહાસીક ટેસ્ટ મેચ ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્ઝના મેદાન પર રમાશે. જોકે આયરલેન્ડની ટીમે ગત વર્ષે પાકિસ્તાન સામે ટેસ્ટ ક્રિકેટ રમી ચુકી છે. આ મેચમાં આયરલેન્ડે પાકિસ્તાનનો જોરદાર મુકાબલો કર્યો હતો. પણ બિનઅનુભવના કારણે મેચના પાંચમા અને છેલ્લા દિવસે તેને પરાજયનો સામનો કરવો પડયો હતો. નોંધનીય છે કે આયરલેન્ડની ટીમે ૨૦૦૭ના વર્લ્ડ કપમાં પાકિસ્તાનને તથા ૨૦૧૧ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડને હરાવીને મેજર અપસેટ સર્જ્યા હતા પરંતુ ટેસ્ટ રમતા દેશનો દરજ્જો મળવો તે તેના માટે સ્વપ્ન સાકાર થવા સમાન છે.

આયરલેન્ડના મોટા ભાગના ખેલાડીઓ કાઉન્ટી ક્રિકેટ વધુ રમે છે

આયરલેન્ડના મોટા ભાગના ખેલાડીઓ ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં રમી રહ્યા હોવાના કારણે તેમને સ્થાનિક હવામાન તથા પરિસ્થિતિનો અનુભવ છે. મિડલસેક્સ કાઉન્ટી ક્લબનું પ્રતિનિધિત્વ કરનાર ટિમ મુર્તાધે તાજેતરમાં જ પોતાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની કારકિર્દીમાં ૮૦૦ વિકેટની સિદ્ધિ હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રવાસે એશિઝ ૨૦૧૩-૧૪માં ઇંગ્લેન્ડ તરફથી એક ટેસ્ટ રમી ચૂકેલા બોયડ રેન્કિને જણાવ્યું હતું કે મારી કારકિર્દી દરમિયાન હું ક્યારેય લોર્ડ્ઝ ગ્રાઉન્ડ ખાતે ટેસ્ટ મેચ રમી શકીશ તેવું મેં ક્યારેય વિચાર્યું નહોતું પરંતુ આ જાણે સ્વપ્ન સાકાર થયું હોય તેવું લાગી રહ્યું છે. લોર્ડ્ઝ ખાતે ટેસ્ટ મેચ રમવાથી વધારે કશું હોઈ શકે નહીં.


ઇંગ્લેન્ડ ટીમે હાલમાં જ પહેલીવાર વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે હાલમાં જ સુકાની ઇયોન મોર્ગનના નેતૃત્વમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. પરંતુ આયરલેન્ડનો આ ખેલાડી ટેસ્ટ ક્રિકેટ રમતો નથી અને જોઇ રુટ ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરે છે. આ ટેસ્ટ મેચ ચાર દિવસની રહેશે. આ મેચ દ્વારા ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના અધિકારીઓ દર્શકોના અનુકૂળ રમતના સમય સાથે અખતરો કરવા માગે છે. તાજેતરમાં ઝિમ્બાબ્વે સામે વન-ડે શ્રેણી હારનાર આયરલેન્ડની ટીમ જો કોઈ મેજર અપસેટ કરશે તો આ ચોક્કસપણે મોટી બાબત રહેશે.

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

ઇજાના કારણે એન્ડરસન આયરલેન્ડ ટેસ્ટ ગુમાવશે
ઝડપી બોલર જેમ્સ એન્ડરસન બુધવારથી આયરલેન્ડ સામે લોર્ડ્ઝ ખાતે રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચને ગુમાવશે. પગની પિંડીના સ્નાયુઓ ફાટી જવાની ઇજાનો સામનો કરી રહેલો એન્ડરસન પહેલી ઓગસ્ટથી ઓસ્ટ્રેલિયા સામે રમાનારી એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ પણ ગુમાવે તેવી પૂરી સંભાવના છે. ૩૭ વર્ષીય એન્ડરસને છેલ્લા ત્રણ સપ્તાહથી નેટ્સમાં એક પણ બોલ નાખ્યો નથી. બીજી જુલાઇએ ડરહામ કાઉન્ટી સામે લેંકેશાયર તરફથી રમતી વખતે તેને ઇજા થઇ હતી. જોકે નેશનલ પસંદગીકાર ઇડી સ્મિથે જણાવ્યું હતું કે એન્ડરસન મર્યાદિત વર્કલોડ સાથે આયરલેન્ડ સામેની ટેસ્ટમાં રમી શકે છે. એન્ડરસને સોમવારે ઇંગ્લેન્ડે કરેલી નેટ્સમાં બોલ નાખતી વખતે મુશ્કેલી અનુભવી હતી અને ઇંગ્લેન્ડના મેનેજમેન્ટે કોઇ પણ પ્રકારનું જોખમ લીધા વિના તેને ટ્રિટમેન્ટ માટે મોકલી આપ્યો હતો. મંગળવારે પણ તેણે ટીમની હળવી કસરતોમાં ભાગ લીધો નહોતો. આ ઉપરાંત તે ઇંગ્લેન્ડની ટીમના સત્તાવાર ફોટો સેશનમાં પણ હાજર રહ્યો નહોતો. તેની ગેરહાજરીમાં સમરસેટ કાઉન્ટીના લેવિસ ગ્રેગરીને ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરવાની તક મળી શકે છે. આ ઉપરાંત વોરવિકશાયરના ઓલી સ્ટોન પણ આયરલેન્ડ સામેની ટેસ્ટમાં રમવા માટેનો દાવેદાર છે. ઇંગ્લેન્ડની ટીમ સ્ટુઅર્ટ બ્રોડ તથા ક્રિસ વોકિસની સાથે ચાર પેસ બોલરના ગેમપ્લાનથી મેદાનમાં ઉતરે તેવી પૂરી સંભાવના છે.

આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

વન-ડેના ચાર વર્ષ બાદ ઇંગ્લેન્ડનો જેસન રોય ટેસ્ટમાં પદાર્પણ કરશે
ઇંગ્લેન્ડનો ઓપનર જેસન રોય બુધવારથી આયરલેન્ડ સામે રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચમાં રમીને ક્રિકેટની સૌથી લાંબી ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરશે. ૨૯ વર્ષીય રોય અત્યાર સુધી એક પણ ટેસ્ટ મેચ રમ્યો નથી. તેણે ૨૦૧૪માં વન-ડે ક્રિકેટમાં પદાર્પણ કરીને અત્યાર સુધીમાં ૮૪ વન-ડે તથા ૩૨ ટી૨૦ મેચો રમી છે. તેણે વન-ડેમાં ૩,૩૮૧ રન બનાવ્યા છે જેમાં નવ સદી તથા ૧૮ અડધી સદી સામેલ છે. તેણે ટી૨૦માં ચાર અડધી સદી સાથે કુલ ૭૪૩ રન બનાવ્યા હતા. રોય કાઉન્ટી ચેમ્પિયન સરે ક્લબ તરફથી ઇંગ્લિશ કાઉન્ટીમાં રમે છે અને તેના નામે નવ ફર્સ્ટ ક્લાસ સદી પણ નોંધાયેલી છે. તાજેતરમાં રમાયેલા વર્લ્ડ કપમાં કુલ ૪૪૩ રન બનાવનાર રોય તેના સ્કૂલના જૂના મિત્ર તથા સરે કાઉન્ટી કલ્બના સુકાની રોરી બર્ન્સ સાથે ઇંગ્લેન્ડ તરફથી ઓપનિંગ કરી શકે છે.

cricket news sports news england ireland