બીજી ઇનિંગ્સમાં ઇંગ્લૅન્ડે બાજી પલટી

12 July, 2020 01:25 PM IST  |  Mumbai Desk | Agencies

બીજી ઇનિંગ્સમાં ઇંગ્લૅન્ડે બાજી પલટી

વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ટેસ્ટ મૅચના ચોથા દિવસે ઇંગ્લૅન્ડને બાજી પલટી નાખવામાં સફળતા મળી હતી. પહેલી ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડીઝને ૩૧૮ રનમાં ઑલઆઉટ કરીને ઇંગ્લૅન્ડે મૅચમાં કમબૅક કર્યું હતું. જોકે આ કમબૅક કરવામાં બેન સ્ટોક્સે લીધેલી ૪ વિકેટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લૅન્ડને વેસ્ટ ઇન્ડીઝની પહેલી ઇનિંગ્સ દ્વારા મળેલી ૧૧૪ રનની લીડ ચોથા દિવસે પૂરી કરી હતી અને મહેમાન ટીમ પર ડ્રિન્ક્સ સુધીમાં ૮૬ ઓવરમાં ૧૨૪ રનની લીડ બનાવી લીધી હતી. તેમણે ત્રણ વિકેટના નુકસાને ૨૩૮ રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડના ઓપનર રોરી બ્રુન્સ અને ડોમ સિબ્લીએ અનુક્રમે ૪૨ અને ૫૦ રન કર્યા હતા. રોસ્ટન ચેઝ બે અને શેનોન ગૅબ્રિયલ એક વિકેટ લેવામાં સફળ થયા હતા. જોકે પહેલી ઇનિંગસમાં ૬ વિકેટ લેનાર વેસ્ટ ઇન્ડીઝના કપ્તાન જેસન હોલ્ડરને એક પણ વિકેટ પ્રાપ્ત થઈ નહોતી. જૅક ક્રૉલી ૭૧ અને બેન સ્ટોક્સ ૩૮ રન કરીને મેદાન પર ટક્યા છે. વેસ્ટ ઇન્ડીઝે ગેમમાં કમબૅક કરવા માટે ઇંગ્લૅન્ડને વહેલી તકે આઉટ કરવું પડશે અને તેમની પાસેથી મળેલા ટાર્ગેટને માત્ર એક દિવસમાં પ્રાપ્ત કરવો પડશે. બન્ને ટીમ વચ્ચે ચાલી રહેલા આ સંઘર્ષમાં મૅચનું પરિણામ ડ્રૉ તરફ જતું લાગી રહ્યું છે. એવામાં કઈ ટીમ ક્યારે પોતાનો પક્ષ મજબૂત કરે છે એ આજના છેલ્લા દિવસે જોવાનું રહ્યું.

sports sports news cricket news england