ઇંગ્લૅન્ડે વર્ષ 2022માં પાકિસ્તાનની ટૂર કરવી જોઈએ: વસીમ અકરમ

18 August, 2020 12:44 PM IST  |  Southampton | Agencies

ઇંગ્લૅન્ડે વર્ષ 2022માં પાકિસ્તાનની ટૂર કરવી જોઈએ: વસીમ અકરમ

વસીમ અકરમ

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ અકરમનું કહેવું છે કે ઇંગ્લૅન્ડે ૨૦૨૨માં અમારા દેશની મુલાકાત લેવી જોઈએ. કોરોના વાઇરસનો ડર હોવા છતાં પાકિસ્તાન હાલમાં ઇંગ્લૅન્ડની ટૂર પર છે. આ વિશે અકરમે કહ્યું હતું કે ‘અમારી ટીમ આવા સમયે ઇંગ્લૅન્ડમાં રમવા આવી હોવાથી તમારે તેમને માટે અને તેમના દેશ માટે પાકિસ્તાનની ટૂર કરવી જોઈએ. તેઓ અઢી મહિનાથી બાયો સિક્યૉર એન્વાયર્નમેન્ટમાં રહે છે. જો બધું બરાબર રહ્યું તો ઇંગ્લૅન્ડે પાકિસ્તાનની ટૂર કરવી જોઈએ. હું પ્રૉમિસ આપું છું કે ઑન અને ઑફ ફીલ્ડ તેમની કાળજી રાખવામાં આવશે અને દરેક મૅચ હાઉસફુલ રહેશે.’

england pakistan cricket news sports news wasim akram