ઇંગ્લૅન્ડના પ્લેયર્સ પાકિસ્તાનને અન્ડરએસ્ટિમેટ ન કરે : સ્ટુઅર્ટ

07 August, 2020 12:07 PM IST  |  Mumbai Desk | Agencies

ઇંગ્લૅન્ડના પ્લેયર્સ પાકિસ્તાનને અન્ડરએસ્ટિમેટ ન કરે : સ્ટુઅર્ટ

ઇંગ્લૅન્ડના પ્લેયર્સ પાકિસ્તાનને અન્ડરએસ્ટિમેટ ન કરે : સ્ટુઅર્ટ

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ઍલેક સ્ટુઅર્ટનું માનવું છે કે ઇંગ્લૅન્ડના પ્લેયર્સ પાકિસ્તાનના પ્લેયરોને વામણા સમજવાની ભૂલ ન કરે. વાસ્તવમાં મૅચના પહેલા દિવસે વરસાદે થોડો ખેલ બગાડ્યો હતો. ત્યાર બાદ ઇંગ્લૅન્ડે પહેલા સેશનમાં સારી એવી બોલિંગ કરી મહેમાન ટીમની ૫૦ રનમાં બે વિકેટ ખેરવી નાખી હતી. ત્યાર બાદ બીજા સેશનમાં પાકિસ્તાને કમબૅક કર્યું હતું. બાબર આઝમ અને શાન મસૂદ વચ્ચે ત્રીજી વિકેટ માટે ૯૬ રનની ભાગીદારી થઈ હતી. વળી બાબર આઝમની કેટલી સરળ બાઉન્ડરીને રોકવામાં પણ યજમાન ટીમના પ્લેયરો થાપ ખાઈ ગયા હતા. બીજા દિવસે પણ પાકિસ્તાન ખૂબ સારો દેખાવ કરી રહી હતી. આ સંદર્ભે પોતાના વિચાર પ્રગટ કરતાં સ્ટુઅર્ટે કહ્યું કે ‘ઇંગ્લૅન્ડનું સ્ટાન્ડર્ડ ઘણું ઊંચું છે અને હાલમાં જ તેમણે વેસ્ટ ઇન્ડીઝને પરાજય આપ્યો છે. તેઓ જાણે છે કે તેઓ પાકિસ્તાનની ટીમ કરતાં ઘણું સારું રમી શકે છે. પહેલા સેશનમાં તેઓ ઘણા સારા હતા, પણ લંચ પછી તેમણે પાકિસ્તાનને ખૂલીને રન કરવા દીધા હતા. પહેલું સેશન પાકિસ્તાન માટે ખરાબ રહ્યું હતું, પણ બીજા સેશનમાં તેઓ સારું ક્રિકેટ રમ્યા હતા. પાકિસ્તાનના પ્લેયરો બૉલને ઘણી સારી રીતે ફટકારતા હતા, પણ તેની સામે સ્ટુઅર્ટ બ્રૉડ અને જેમ્સ ઍન્ડરસને સ્ટમ્પ્સ પર બોલિંગ કરવી પડશે. ખરું કહું તો બીજા સેશનમાં યજમાન ટીમ વિકેટ માટે તરસી રહી હોય એવું દેખાતું હતું. તેમની બોલિંગમાં મજા નહોતી. જો તેઓ પાકિસ્તાનને પહેલી ઇનિંગમાં મોટો સ્કોર બનાવવાની તક આપશે તો બે લેગ સ્પિનર દ્વારા તેઓ મોટો સ્કોર ઊભો કરવામાં જરાય પાછળ નહીં પડે.’

sports sports news cricket news pakistan