Ashes 2019 : સ્મિથ બાદ વધુ એક ખેલાડીને માથામાં બોલ વાગતા થઇ ગંભીર ઇજા

22 August, 2019 07:40 PM IST  |  Mumbai

Ashes 2019 : સ્મિથ બાદ વધુ એક ખેલાડીને માથામાં બોલ વાગતા થઇ ગંભીર ઇજા

જેસન રોય

Mumbai : ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યારે એશિઝ સીરિઝ ચાલી રહી છે. ત્યારે સ્ટીવ સ્મિથ બાદ વધુ એક ખેલાડીને માથામાં બોલ વાગતા ગંભીર ઇજા પહોંચી છે. ઇંગ્લેન્ડના બોલર જોફ્રા આર્ચરની એક બોલ પર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવન સ્મિથને ગંભીર ઇજા થઈ હતી. જેના કારણે સ્મિથ ત્રીજા ટેસ્ટ મેચથી બહાર થયો છે. જ્યારે હવે વધુ એક ખેલાડીને ઈજા થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.

ઇંગ્લેન્ડના આ ખેલાડીને માથામાં બોલ વાગતા થઇ ઇજા
મળી રહેલ માહિતી મુજબ ઇંગ્લેન્ડના ઓપનર જેસન રોયને મંગળવારે અભ્યાસ દરમિયાન માથા પર બોલ વાગી છે. ત્રીજા ટેસ્ટ મેચ પહેલા રોચની આ ઇજાની એકવાર ફરી તપાસ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ત્રીજી ટેસ્ટ મેચ ગુરુવારે રમાશે. પાંચ મેચોની એશિઝ ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા પહેલી ટેસ્ટ જીતીને
1-0 થી આગળ છે. જ્યારે બીજી ટેસ્ટ ડ્રો થઈ હતી.

આ પણ જુઓ : ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ

જેસન રોયની જગ્યાએ ઓલી પોપને રમાડી શકે છે
મીડિયા સૂત્રો મુજબ રોય તે સમય ઇજાગ્રસ્ત થયો જ્યારે કોચિંગ આપી રહેલા પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી માર્કસ ટ્રેસ્કોથિકનો એક થ્રો સીધે રોયના માથા પર વાગ્યો. ઓપનર બેટ્સમેન રોયએ બોલ લાગ્યા બાદ ચક્કર આવવાથી જોડાયેલ એક ટેસ્ટને પાસ કર્યો છે. પરંતુ ત્રીજી ટેસ્ટ પહેલા ફરી એકવાર રોયની તપાસ કરવામાં આવશે. સૂત્રો પ્રમાણે ઇંગ્લેન્ડની ટીમે જેસન રોયની જગ્યાએ ઓલી પોપને સ્ટેન્ડબાય પર રાખ્યો છે.

cricket news sports news england