પ્લીઝ, જેણે મારી બૅગ ચોરી હોય તે પાછી આપે : બેન સ્ટોક્સ

15 March, 2023 02:16 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

સ્ટોક્સ થોડા દિવસમાં આઇપીએલ રમવા ભારત આવશે.

બેન સ્ટોક્સ

ઇંગ્લૅન્ડના ક્રિકેટ-કૅપ્ટન બેન સ્ટોક્સની બૅગ લંડનમાં ટ્રેનના કિંગ્સ ક્રૉસ સ્ટેશનથી ચોરાઈ ગઈ એ પછી ક્રોધિત સ્ટોક્સે સોશ્યલ મીડિયામાં લખ્યું, ‘પ્લીઝ, જેણે પણ મારી બૅગ ચોરી લીધી હોય તે પાછી આપી દે. મને લાગે છે કે એમાંનાં મારાં કપડાં ચોરી કરનારને બહુ મોટાં પડશે.’

સ્ટોક્સ ઇંગ્લૅન્ડની ફ્રાન્સ સામેની રગ્બી મૅચ જોવા જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. સ્ટોક્સ થોડા દિવસમાં આઇપીએલ રમવા ભારત આવશે. ચેન્નઈના ફ્રૅન્ચાઇઝીએ તેને ૧૬.૨૫ કરોડ રૂપિયાના તોતિંગ ભાવે ખરીદ્યો છે.

sports news sports ben stokes cricket news england